.
ઉનાળાની શરુઆતમાં જ મોટી સમસ્યાનો સામનો….
- Advertisement -
અરવલ્લી જીલ્લાના અંતરાળિ વિસ્તાર એવા મેઘરજ તાલુકામાં ચોમાસુ વરસાદ સામાન્ય પડયો હતો .જેના લીધે આજે નાના મોટા તળાવો ચેકડેમોના તળિયા સૂકાભઠ થયા છે .પાણીનુ તળ જમીનમાં ઉંડા જતા રહ્યા છે.બોર હેન્ડપંપ સુકાઈ રહ્યા છે.બાળકો બોટલે પાણી લઇ જવા મજબુર બન્યા છે.સરકાર માં મેઘરજ તાલુકાના તળાવો ભરવા અંગે પ્રભારી મંત્રી રમણ પાટકર લેખિત રજુઆત જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી હતી દર વષઁ પાણીને લઇને મેઘરજ તાલુકાની પ્રજા રજુઆત કરે છે. હજી શરૂઆત ના સમયે સરકાર તાત્કાલીક ધોરણે સર્વે કરાવી હકારાત્મક દ્રષ્ટીએ નિણૅય લે તેવી જનતા અપીલ કરી રહી છે. માંડ માંડ શિયાળો નિકળ્યો છે.તંત્ર આગોતરુ આયોજન કરી મેઘરજ ના અંતરાળિ વિસ્તારને વ્હારે ચડે તેવી પ્રજાની માગ ઉઠી છે.
જગદીશ સોલંકી અરવલ્લી.


