ગુજરાતમાં આખરે ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલી ગરમીથી રાજ્યની જનતાને મોટી રાહત મળી છે. બફારો અને બપોરની ગરમીએ લોકોને ખૂબ પરેશાન કર્યા હતા. જો કે હવે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
આપને જણાવી દઇએ કે, રાજ્યનાં 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા ગણદેવવી તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડ તાલુકામાં સાડા પાંચ ઇંચ, પારડી તાલુકામાં 5 ઇંચ, ઉમરગામ અને ગારિયાધાર તાલુકામાં 4-4 ઇંચ, ભાવનગર-વડગામ અને સુરત શહેરમાં 3-3 ઇંચ, ખેરગામ અને લાઠી તાલુકામાં 2.5-2.5 ઇંચ, ઉમરાળા-વાાપી તુલાકમાં 2-2 ઇંચ અને ઓલપાડ તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. કુલ 25 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે 90 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
- Advertisement -
અમદાવાદમાં પ્રિ-મોનસુન કામગીરીની ખુલી પોલ
રાજ્યમાં હવે ધીમે ધીમે વરસાદી સીઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અહી બાવળામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અહી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઇ છે. અહી સામાન્ય વરસાદથી શહેરીજનોને હાલાકી પડી રહી છે. વળી રાજકોટની વાત કરીએ તો રાજકોટ ગ્રામ્યમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અહી જસદણમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. અહી લોધિકામાં 1 ઇંચ, કોટડાસાંગાણીમાં સરેરાશ 1 ઇંચ પડ્યો છે. વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવસારીનાં ગણદેવીમાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો
- Advertisement -
આપને જણાવી દઇએ કે, વડોદરાનાં પાદરામાં 1.5 ઇંચ વરસાદ, વડોદરા શહેરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વળી આણંદનાં તારાપુરમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. સોજીત્રામાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડયો છે. અહી વરસાદ બાદ ઠંડક પ્રસરી છે. જામનગરનાં કાલાવાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. અહી 24 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકયો છે. સુરત શહેરમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતનાં ઓલપાડમાં 2 ઇંચ વરસાદ, ચોર્યાસીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અહી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહી પણ તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઇ છે. જણાવી દઇએ કે, દક્ષિણ ગુજરાતમાં મેઘાની દે ધનાધન શરૂ થઇ ગઇ છે. નવસારીનાં ગણદેવીમાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 3 ઇંચ વરસાદ, વલસાડમાં 5.6 ઇંચ વરસાદ, પારડીમાં 5 ઇંચ વરસાદ અને વલસાડનાં ઉમરગામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
ધોધમાર વરસાદથી નદીમાં પુર આવતા ટુ-વ્હિલર તણાયુ (અમરેલી)
વરસાદની શરૂઆત થવાની સાથે રાજ્યનાં ઘણા વિસ્તારોમાં અમુક એવી ઘટનાઓ પણ બની છે જેનાં દ્રશ્યો ચોંકાવી દે છે. જણાવી દઇએ કે, અમરેલી લાઠીનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી હરસુરપુર દેવળિયા નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાાઇ છે. અહી નદીમાં પુર આવતા ટુ-વ્હિલર તણાયુ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ દરમ્યાન ટુ-વ્હીલર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
વરસાદથી માલધારીનાં 20 જેટલા ઘેટા તણાયા (મોરબી)
રાજ્યામાં જેવી ચોમાસાની શરૂઆત થઇ કે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરબીની વાત કરીએ તો અહી હળવદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચિત્રોડી ગામમાં ઘુટણ સમા પાણી ભરાયા છે. અહી વરસાદથી માલધારીનાં 20 જેટલા ઘેટા તણાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે અહી લોકોએ સમજદારીનું ઉદાહરણ પૂરુ પાડતા એક માાનવ સાંકળ બનાવી હતી અને ઘેટાને બચાવી લીધા હતા.