ડેટીંગ એપ પર છોકરીઓ પૈસાની કમાણી કરવા માટે વધારે જોવા મળે છે
- મેધા પંડ્યા ભટ્ટ
આદિત્ય રાજકોટનો છે અને પોતાના વ્યવસાય સાથે જોડાયેલો છે. તેની સાથે ટીંડર પર વાતચિત થઇ અને તે મને મળવા અમદાવાદ આવ્યો. તે મળવા આવ્યો ત્યાં સુધી તેને એમ જ હતું કે તે મારી સાથે ડેટ પર આવ્યો છે. જોકે એ અમારી બંનેની લંચ ડેટ જ હતી. ‘ડેટ’ શબ્દ કાને પડતા લોકો ફક્ત એક જ વિચાર મનમાં લાવે છે, પણ ડેટ અનેક પ્રકારની હોય શકે તે વિચારી શકતા નથી. આપણે આ બધી ચર્ચા ફરી ક્યારેક કરીશું, હાલમાં આદિત્ય સાથેની ડેટ એન્જોય કરીએ. લંચ પર અમે ભેગા થયા અને વાતચિત શરૂ કરી. મેં તેને કહ્યું કે, તમને આ પહેલા ડેટીંગના કેવા અનુભવો થયા છે. તો તેણે કહ્યું શાંતિથી કહીશ. મેં જમતા જમતા જ કહ્યું કે હું ડેટીંગ એપ પર મારી સ્ટોરીઝ શોધી રહી છું. તે પહેલા તો થોડો ગભરાયો પણ મેં તેને વિગતવાર વાત સમજાવી ત્યારે તે પોતાની સાથે થયેલા બે અનુભવો કહેવા તૈયાર થયો.
આદિત્યએ પોતાની વાત શરૂ કરી, બે વર્ષ પહેલા મારા છૂટાછેડા થયા છે. હું 32 વર્ષનો છું. તરત લગ્ન કરવાની ઇચ્છા નથી. કોઇની સાથે પ્રેમમાં બંધાઉં તો લગ્ન સુધી વાત જાય એટલે તરત આ બધામાં પડવા નહોતો માગતો. કારણકે પહેલા લગ્ન પણ પ્રેમલગ્ન જ હતા. જીવનમાં કોઇ યુવતી ગળે ન પડે અને મસ્તી પણ થાય તેના માટે એક મિત્રના કહેવાથી આ ટીંડર એપ ડાઉનલોડ કરીને તેમાં છ મહિનાના પૈસા ભર્યા. થોડા દિવસો તો મેં વધારે ધ્યાન ન આપ્યું પણ એક દિવસ બરોડાની એક યુવતીનો મને લાઇકનો મેસેજ આવ્યો અને સામે મેં પણ તેની સાથે વાતચિત શરૂ કરી. અમે બંને રેગ્યુલર ટીંડર પર જ વાતચિત કરતા હતા. મેં એને વોટ્સઅપ નંબર માટે કહ્યું તો તેણે આપ્યો નહીં. મેં વધારે માથાકૂટ કરી નહીં અને વાતચિત ચાલું રાખી. લગભગ બે અઠવાડિયા સુધી અમે વાત કરતા રહ્યા. મને તેણે તેનું નામ ઊષા કહ્યું હતું. તેની સાથે વાતચિતમાં તે ખૂબ જ સમજણી અને ગંભીર લાગતી. તેને ક્યારેય ગુસ્સો ન આવે, રીસાઇ ન જાય. તેને શારીરિક સંબંધમાં વધારે રસ હતો અને સાથે જ તેને ફોરપ્લે કરવાનું પસંદ હતું. તે મારી સાથે જે રીતે વાતો કરતી તેનાથી મને વધારે ઉત્તેજના થતી અને જાણે હું તેને મળવા માટે તડપતો રહેતો હોઉં તેવી લાગણી થતી. તે હંમેશા એ રીતે જ વાતો કરીને મને તેના તરફ સતત આકર્ષવાનો પ્રયત્ન કરતી. તે મેસેજમાં પણ મને ઉત્તેજીત કરી શકે તેવી તેનામાં આવડત હતી. હું તેને મળવા માટે ખૂબ આતુર રહેતો.
- Advertisement -
એક દિવસ તેણે મને કહ્યું કે હું તેને બરોડા મળવા આવું. હું તો આ જ વાતની રાહ જોઇ રહ્યો હતો. તમે માનશો પણ નહીં કે મેં ટીંડરના ડીપીમાં મૂકેલો તેનો ફક્ત ચહેરો જ જોયો હતો અને હું તેને મળવા સવારે 8 વાગે બરોડા જવા નીકળી ગયો. તેણે મને સીસીડીમાં પહેલા મળવા માટે કહ્યું અને પછી અમે બંને આગળ શું પ્લાનિંગ કરવું તે નક્કી કરીશું તેમ કહ્યું. હું તેની વાત સાથે સંમત થયો. હું બરોડા પહોચવા આવ્યો ત્યારે તેણે મને તેનો નંબર મોકલ્યો. મેં પણ સામે તેને મેસેજ કર્યો. તેણે લોકેશન મોકલ્યું અને હું તે જગ્યાએ પહોચ્યો. વોટ્સઅપ ડીપીમાં પણ તેણે એ જ ફોટો મૂક્યો હતો, જે તેણે ટીંડર પર મૂક્યો હતો. હું સીસીડીમાં પહોચ્યો તો ત્યાં ખૂણામાં એક યુવતી બેઠી હતી, પણ તે ફોટા જેવી નહોતી અને બીજી એક મોટી ઉંમરના આન્ટી બેઠા હતા. મેં ફોન કર્યો તો સામે બેઠેલા આન્ટીનો ફોન વાગ્યો. હું તો જોઇને ચોંકી ગયો. તો પણ તેમને જોઇને, આછું હસીને ત્યાં જઇને સામેની ચેર પર બેઠો. તેમણે મને કહ્યું કે તને આંચકો લાગ્યો ને. મેં હા પાડી. હું થોડો સંકોચ અનુભવવા લાગ્યો કે આ ઉંમરે ટીંડર પર મારી જેવા છોકરાઓ શા માટે શોધતા હશે. મેં તેમને પૂછ્યું, તો તેમણે કહ્યું કે તે પોતે વિધવા છે અને બાળકો લગ્ન કરીને સેટ થઇ ગયા છે. ટાઇમપાસ માટે કીટી પાર્ટી અને ફરવા જતા હોય છે અને ક્યારેક ટીંડર પર મારી જેવા સાથે ચેટ કરીને આનંદ કરે છે. તે પોતાનો યુવાનીનો ફોટો ડીપીમાં રાખે છે. તેથી કોઇને ખબર ન પડે. તેમને શારીરિક સંબંધ બાંધવામાં પણ રસ છે, જો હું તૈયાર હોઉં તો. શારીરિક સંબંધના બદલામાં તે યુવકો પાસેથી પૈસા પણ લે છે. જેમાં તેમના મોજશોખના ખર્ચા નકળી જાય છે. આ વાત સાંભળીને મને તો આંચકો લાગ્યો. મેં તેમને કહ્યું કે મને તમારામાં કોઇ રસ નથી. હું ત્યાંથી 15 મીનિટમાં તો ઊભો થઇને બહાર નીકળી ગયો. ગાડી પાસે પહોંચીને મેં તેમને ફોન કરીને કહ્યું કે પ્લીઝ મારો નંબર ડીલિટ કરી દેજો. મેં પણ તેમનો નંબર બ્લોક કરીને ડિલીટ કરી દીધો. રાજકોટથી બરોડા જતી વખતે જેટલો ઉત્સાહ હતો, તે વળતા જાણે કેટકેટલીય ભૂલોનો ભારનો ટોપલો માથે હોય તેવો અનુભવ થતો હતો. આવી વાત તો કોઇ મિત્રને પણ ન કરાય એટલે કોઇને આજદીન સુધી કીધી નથી.
મારો બીજો અનુભવ ખૂબ નાનો અને ખરાબ રહ્યો. અમદાવાદની યુવતી સાથે બે દિવસ વાત કરી. નિશા નામ હતું. તેણે મને મોબાઇલ નંબર તરત જ આપી દીધો. મારે અમદાવાદ કામથી આવવાનું હતું અને હું રાત એક હોટલમાં જ રોકાવાનો હતો. મેં તેને સાંજે ફ્રી થઇને ફોન કર્યો. તેણે મને ડીનર પર મળવા માટે કહ્યું. એક ચોક્કસ જગ્યાએ હું મારી કારમાં તેની રાહ જોઇને ઊભો હતો. તેની સાથે ડિનર બાદ તે મારી સાથે હોટલમાં રાત્રિ રોકાણ માટે તૈયાર હતી, તેથી મને આનંદ હતો કે હું કોઇક ડેટ સંપૂર્ણ એન્જોય કરીશ. હું જ્યાં ગાડી લઇને ઊભો હતો ત્યાં એક બાઇક આવીને ઊભુ રહ્યું અને નિશા તેના પરથી ઊતરીને મારી ગાડીમાં આવીને બેસી ગઇ. તેને કોઇ પુરુષ મૂકવા આવ્યો હતો. મને થયું કે તેને પૂછું પણ મારે વધારે ઊંડાણમાં નહોતું ઊતરવું. અમે બંને ડિનર કરીને રાત્રે હોટલ પર પહોચ્યા. લગભગ બે વાર સંબંધ બાંધ્યા બાદ તે ઊભી થઇ અને ફ્રેશ થઇને જવાની તૈયારી કરવા લાગી. મેં તેને કહ્યું કે આખી રાત નહીં રોકાય. તો તેણે જવાબ આપ્યો કે આખી રાતનો ચાર્જ વધારે થશે. હું સાંભળીને ફરી ચોક્યો. તેણે કહ્યું કે મારે તેને પંદર હજાર રૂપિયા આપવાના રહેશે. તેની સાથે જે શરીર સંબંધ બાંધ્યો તેના માટે તેની કિંમત ચૂકવવી પડશે. હું તો ફરી ગભરાઇ ગયો. તે ઊતાવળ કરવા લાગી અને કહેવા લાગી કે તેનો પતિ નીચે હોટલ બહાર તેની રાહ જુએ છે. આ સાંભળની તો મારા હોશ ઊડી ગયા. તેણે કહ્યું કે મને જે બાઇક પર મૂકવા આવ્યો હતો તે મારો પતિ છે અને હું જે હોટલમાં જાઉં ત્યાં હોટલની બહાર તે મારી રાહ જોઇને ઊભો હોય છે. હવે તો મને વધારે ડર લાગવા લાગ્યો. ક્યાંક ભરાઇ ન જાઉં તેવી બીક લાગી. આ બધા ફસાવી ન દે તેવા વિચારો આવવા લાગ્યા. મેં ઝડપથી પર્સમાંથી પૈસા કાઢીને આપી દીધા. રાત્રે ઊંધ જ ન આવી. આ બંને ઘટના પછી મેં ટીડર ડીલીટ કરી દીધું. હજી થોડા સમય પહેલા ફરીથી ડાઉનલોડ કર્યું અને આપણે વાત થઇ.
મેં આદિત્યને પૂછ્યું કે બે અનુભવો ખરાબ થયા પછી પણ મને કેમ મળવા આવ્યો. તો તે હસતા હસતા કહે, આપણે મેસેજમાં વાતો ઓછી અને ફોનમાં વધારે કરી. તમારી સાથેની વાત પરથી હું તમને થોડો ઓળખી ગયો એટલે વિશ્વાસ બેઠો કે આ યુવતી ફ્રોડ નથી. ત્રીજી ડેટમાં મને ખરાબ અનુભવ નથી થયો પણ સારી મિત્ર મળી તેનો આનંદ છે. આદિત્યના આ શબ્દો મને સ્પર્શી ગયા.
- Advertisement -
સમજવા જેવું –
ડેટીંગ એપ પર આદિત્યને જેમ બે અનુભવો થયા તેમ મારા રીસર્ચ દરમિયાન મને પણ કેટલાક એવા અનુભવો થયા હતા, જેના પરથી સ્પષ્ટ થાય કે અહીં કોલગર્લ વધારે હોય છે. શરીરનો ઉપયોગ કરીને પૈસાની કમાણી સારા ઘરની સ્ત્રીઓ પણ કરતી હોય છે. જોકે આ માધ્યમનો દૂરઉપયોગ થતો જોવા મળે છે. પુરુષો સાથે આવી એપનો ઉપયોગ કરીને હનીટ્રેપના કિસ્સાઓ ખૂબ બની રહ્યા છે. મોટાભાગના બહાર આવતા નથી કારણકે દરેકને પોતાની ઇજ્જત વહાલી હોય છે. તેથી ડેટીંગ એપ પર કે સોશિયલ મીડિયામાં કોઇ યુવતી વધારે ઉત્સાહિત થઇને જો વાતચિત કરે તો તેનાથી થોડા ચેતીને રહેવું સારૂ. ક્યાંક શારીરિક ભૂખ સંતોષવાના અભરખા તમને જીવનભર બદનામી તરફ ન ધકેલી દે, તેનું ખાસ ધ્યાન રાખવું. કહેવત છે ને કે ‘ચેતતો નર સદા સુખી’….તો આ વાતને ધ્યાનમાં રાખીને આગળ વધવું.