24 કલાકમાં વધુ 22 ડેમોમાં 0.5 થી 6.5 ફુટ નવા નીરની આવક
રાજકોટ જિલ્લાનાં 27 ડેમોમાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થઇ ગયો
- Advertisement -
છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા સૌરાષ્ટ્ર ઉપર મહેરબાન થયા છે અને સતત ધોધમાર વરસી રહ્યા છે. આથી જળાશયોમાં પણ પ્રચંડ રીતે નવા નીરની આવક થઇ રહી છે. સૌરાષ્ટ્રનાં 83 પૈકી 31 ડેમો ઓવરફલો થઇ રહ્યા છે.
આ અંગેની સિંચાઇ વિભાગનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લાનાં મોજ, ફોફળ, વેણુ-2, આજી-2, સોડવદર, ન્યારી-2 અને ભાદર-2 સહિત કુલ 8 ડેમો ઓવરફલો થઇ ગયા છે.
જયારે મોરબીનો મચ્છુ-3 અને જામનગર જિલ્લાના સસોઇ, પન્ના, ફુલઝર-1 અને 2, ડાઇમીણસર, ઉંડ-3, વાડીસંગ, ફુલઝર (કોબા), રૂપારેલ અને ઉમીયાસાગર સહિત 10 ડેમો ઓવરફલો થઇ રહ્યા છે.
- Advertisement -
આ ઉપરાંત દ્વારકા જિલ્લાનાં પણ એક ડઝન પૈકી 11 ડેમો ઓવરફલો થઇ રહ્યા છે. જેમાં ધી, વર્તુ-1, ગઢકી, વર્તુ-2, સોનમતી, શેઢા ભાડથરી, વેરાડી-1, સિંધણી, કાબરકા, વેરાડી-2 અને મીણસર (વાનાવડ)નો સમાવેશ થાય છે. દરમ્યાન છેલ્લા 24 કલાક દરમ્યાન પણ રાજકોટ જિલ્લાનાં 8 સહિત સૌરાષ્ટ્રનાં 22 ડેમોમાં 0.5 થી 6.5ફુટ સુધીનાં નવા નીરની આવક થઇ છે.
જેમાં ભાદર-1માં 0.5 ફુટ, આજી-1માં 0.13 ફુટ, આજી-3માં 0.5 ફુટ, સોડવદરમાં 2 ફુટ, સુરવોમાં સવા ફુટ, ન્યારી-2માં 0.5 ફુટ અને છાપરવાડી-2માં દોઢ ફુટ નવા નીરની આવક થવા પામી છે.
આ ઉપરાંત મોરબી જિલ્લાનાં મચ્છુ-2માં 0.16, ડેમી-1માં પોણો ફુટ અને ડેમી-2માં 0.16 ફુટ નવા નીરની આવક થવા પામી છે. જયારે જામનગર જિલ્લાનાં સાત ડેમોમાં પણ નવા નીર આવ્યા છે.
જેમાં વિજરખીમાં 2 ફુટ, ફોફળ-2માં 0.30, ઉંડ-1માં 1.12 ફુટ, કંકાવટીમાં પોણા ત્રણ ફુટ, ઉંડ-2માં 0.33 ફુટ તથા ફુલઝર (કોબા)માં બે ફુટ અને રૂપાવટીમાં દોઢ ફુટ નવા નીરની આવક થવા પામી છે. તેમજ દ્વારકા જિલ્લાનાં ચાર ડેમોમાં નવા નીર આવ્યા છે. જેમાં ઘી ડેમમાં 1 ફુટ, વર્તુ-2માં એક ફુટ, વેરાડી-1માં ર.13 ફુટ અને વેરાડી-2માં 6.46 ફુટ નવા નીરની આવક થવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાનાં 27 ડેમોમાં આજ સુધીમાં 50 ટકાથી વધુ નવા પાણીનો સંગ્રહ થઇ ગયો છે.ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતાં 8 દરવાજા 9 મીટર ખોલાયા, રાજકોટ જિલ્લાના હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પાસે આવેલ ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતાં ડેમના 8 દરવાજા 9 મીટર ખોલવામાં આવ્યા છે,જેના હેઠવાસમાં આવતા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારીકા,હરિયાસણ, ચારેલીયા, ખારચીયા અને રાજપરા ગામના લોકોને સાવચેત રહેવા તથા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા જણાવવામાં આવ્યું છે.