બિગ બીનો બર્થ ડે સ્પેશિયલ
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. બિગ બીના જન્મદિવસે ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ ઉપરાંત તેમના ચાહક વર્ગે અઢળક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ પ્રસંગે ચાહકોને પણ રીટર્ન ગીફ્ટ મળી છે. અમિતાભ બચ્ચનના જન્મદિવસના અવસર પર ગુડબાયના નિર્માતાઓએ દર્શકો અને બીગ બીના ચાહકો માટે ફિલ્મની ટિકિટ દરમાં આજના દિવસ માટે ઘટાડો કરી માત્ર 80 રૂપિયા કરી દીધા છે. એટલે કે 80 રૂપિયાની ટિકિટ લઈને દર્શકો સિનેમા ઘરોમાં બેસીને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ગુડ બાય’નો આનંદ માણી શકશે.
#WATCH | Actor Amitabh Bachchan surprises fans gathered outside his residence 'Jalsa' in Mumbai, as he walks out at midnight to greet them on his birthday pic.twitter.com/9iijjaWRoi
- Advertisement -
— ANI (@ANI) October 10, 2022
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે 11 ઓક્ટોબરે પોતાનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ બિગ બીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
- Advertisement -
View this post on Instagram
અનુપમ ખેરે બીગ બીને પાઠવી શુભેચ્છા
અનુમપ ખેરે લખ્યું કે, આદરણીય અમિત જી!તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન તમને લાંબુ અને સ્વસ્થ આપે તેવી પ્રાર્થના, તમે માત્ર એક અભિનેતા તરીકે જ નહીં મારા માટે પ્રેરણારૂપ છો! તેના બદલે, તમારી સાથે છેલ્લા માર્ગથી ઉંચાઇ સુધી કામ કરીને જીવનના વિવિધ પાસાઓ વિશે શીખવાનું છે.
View this post on Instagram
અજય દેવગણે બિગ બીને પાઠવી શુભેચ્છા
અજય દેવગણે પણ બિગ બીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે, 80માં જન્મદિવસની શુભકામનાઓ, આગામી વર્ષ અદ્ભૂત રહે તેવી શુભેચ્છાઓ, તમે ખરેખર અમારા માટે પ્રેરણારૂપ છો.
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદાએ પાઠવી શુભેચ્છા
અણિતાભ બચ્ચનની નાતી નવ્યા નંદાએ લખ્યું કે, તમે ક્યારેય થકશો નહીં, તમે ક્યારેય અટકશો નહીં, તમે ક્યારેય વળશો નહીં, કર શપથ, કર શપથ, અગ્નિપથ, અગ્નિપથ.