ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખાએ આજે પૂર્વ ઝોનમાં આવેલા વોર્ડ નં-4 અને વોર્ડ નં-18માં અનામત પ્લોટમાં કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરી ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદે રીતે ઉભા કરાયેલા વંડા, ઝૂંપડા હટાવાયા હતા. મનપાએ કુલ 16737 ચો.મી. દૂર કરી 61.82 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ હતી. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.
રાજકોટના પૂર્વ ઝોનમાં મેગા ડિમોલિશન: 61.82 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ
