શહેરના 10 મુખ્ય વિસ્તારોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ સફાઈ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.27
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરની સ્વચ્છતા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આજે સફાઈ કર્મચારીઓની હાજરી ચકાસવામાં આવી હતી અને મેગા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
સફાઈ કર્મચારીઓની કાર્યક્ષમતા જાણવા માટે ક્લસ્ટર નં. 5 ના કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, આનંદનગર, ચામુંડાનગર અને જંગલેશ્વર મહાદેવ ગેટ પાસે આવેલ ૠટઙ પોઈન્ટની વિઝીટ પણ કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા દર મંગળવારે યોજાતી અઠવાડિક ખાસ સફાઈ ઝુંબેશ અંતર્ગત આજરોજ શહેરના મુખ્ય 10 જેટલા વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી, જેમાં નીચેના વિસ્તારોનો સમાવેશ થાય છે: આલાપ પાર્ક, લાતી પ્લોટ, લીલાપર નાળા પાસે. કેશવાનંદબાપુના આશ્રમ રોડથી વી.સી. ફાટક. કપિલા હનુમાન ચોકથી પંચાસર નાકા સુધી. શનાળા રોડ, રવાપર ચોકડીથી એસ.પી. રોડ. આનંદનગરના નાકાથી દલવાડી સર્કલ સુધી. શોભેશ્વર રોડ, લીલાપર ચોકડીથી રફાળેશ્વર રોડ અને મહેન્દ્રનગર ગામ.
આ ઝુંબેશ દ્વારા ડોર-ટુ-ડોરની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેથી સ્વચ્છતાના ધારાધોરણો જળવાઈ રહે.



