પ્લાસ્ટિક બોટલની જગ્યાએ કેરબા આપવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર પર્વત દેવ ધર્મસ્થાનોના લીધે વિશ્ર્વ વિખ્યાત છે પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં શ્રઘ્ધાળુઓ આવે છે ત્યારે આટલા વર્ષો સુધી પણ પાણીની વ્યવસ્થા નહીં થતા લોકો પ્લાસ્ટીકની બોટલથી પાણી પીવા મજબુર હતા. ત્યારે હાઇકોર્ટની આકરી ટકોર બાદ ગિરનાર પ્લાસ્ટીકની પાણી બોટલ બંધ કરવાની સુચના મળતા તંત્ર જાગ્યુ છે. ગિરનારમાં પ્લાસ્ટીક મુદ્દે હાઇકોર્ટની આકરી ટકોર બાદ તંત્ર દ્વારા કાર્યવાહીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ભવનાથમાં ગિરનારની સીડી પરના દુકાનદારો વહીવટી તંત્ર વચ્ચે યોજાઇ હતી. પ્રાંત અધિકારીના અઘ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં પ્લાસ્ટીકની પાણીની બોટલ બંધ કરાવની સુચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં 120 દુકાનદારોને પાણીના પાંચ-પાંચ કેરબાઓ આપવાનું નકકી કરવામાં આવ્યુ છે. બે દિવસમાં આ અંગેની અમલવારી થાય તેવી શકયતાઓ જોવા મળે છે પરંતુ મહત્વનું એ છે કે, જાય વર્ષે લાખો યાત્રિકો આવે છે ત્યાં સામાન્ય એવી પાણીની પણ વયવસ્થા ન હોવાથી હવે યાત્રિકોને કેરબાનું પાણી પીવા મજબૂર બનવુ પડશે.