ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા સિટી પોલીસ ખાતે જીલ્લા પોલીસ વડાના લોક દરબાર કાર્યક્રમમાં મુખ્ય બજારમાં થતાં ટ્રાફિકના પ્રશ્નની જોરદાર રજૂઆત કરાઈ હતી જે મુદ્દે જીલ્લા પોલીસ વડા દ્વારા કડક સૂચનાઓ થકી એકાદ દિવસ માટે સિટી પીઆઇ દ્વારા પોલીસ કાફલા સાથે વેપારીઓને પોતાની દુકાનની બહાર દબાણ હટાવવા માટે કડક ભાષામાં જણાવ્યું હતું પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા પગ નીચે રેલો આવતાં રાજકારણનો પછેડો પકડી પોલીસની નીતિ સામે અવળો ઉઠાવી નગરપાલિકાના ખભે રાખીને બંધુક ફોડી હતી અને DySP સમક્ષ નગરપાલિકાને સાથે રાખીને જ દબાણ હટાવવાની કામગીરી કરવા માટે રજૂઆત કરી હતી જોકે રાજકારણના ઓથે પોલીસ અધિકારીને રજૂઆત કરવા માટે રોડ પર દબાણ કરનાર વેપારી અગ્રણી જ ગયો હતો. જે બાદ ગઈ કાલે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે DySPની અધ્યક્ષતામાં વેપારીઓ સાથે એક બેઠક યોજી હતી જેમાં વેપારીઓને આવનારી 31 ડિસેમ્બર સુધીનો સમય આપી પોતાનું કાચું અથવા પાકું દબાણ હટાવી લેવા સ્પષ્ટપણે અને કડક શબ્દોમાં જણાવી દીધું હતું ત્યારે હવે ખરેખર 31 ડિસેમ્બર બાદ નગરપાલિકા અને પોલીસ દબાણકર્તા વેપારીઓ સામે કેવા પ્રકારના પગલાં ભારે છે? તે જોવું રહ્યું.