ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
માંગરોળના જળ સંકટના મુદે આમ આદમી પાર્ટીએ આંદોલનની ચિમકી આપ્યા બાદ એક તરફ પાણી પુરવઠા બોર્ડે નગરપાલિકાને પાણીનો જથ્થો આપવાનું શઅ કર્યુ છે. જયારે બીજી તરફ પરિસ્થિતી થાળે પાડવા તા.રપના જૂનાગઢ જિલ્લા કચેરી ખાતે કલેકટરે તાકીદની બેઠક બોલાવી છે. જેમાં માંગરોળ મામલતદાર, ચીફ ઓફિસર, પાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી કેશોદ, પાણી પુરવઠા બોર્ડના માંગરોળ અને જૂનાગઢના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ઉનાળાના સમયમાં માંગરોળની પ્રજાને નિયમિત ધોરણે પાણી મળી રહે અને તે અંગેનું આયોજન ઘડી કાઢવા ચર્ચા વિચારણા થનાર હોવાનું જાણવા મળે છે. તંત્ર દ્વારા તાકીદે બેઠક બોલાવાતા આંદોલન બાબતે હાલ થોભો અને રાહ જુઓની નિતી અખત્યાર કરી થોડા સમય માટે આંદોલન મુલત્વી રાખ્યુ હોવાનું આપના આગેવાને જણાવ્યુ હતુ.