મુક્તાનંદબાપુ અને શેરનાથ બાપુ સાથે બેઠક કરી ચર્ચા કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ભવ્ય મહાકુંભનું આયોજન થયું છે.ત્યારે દેશના વિવિધ 13 અખાડા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જે અનુસંધાને મહાકુંભની પાવન ભૂમિ પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભના વિવિધ અખાડાની મુલાકાત કરી હતી જેમાં ચાપરડા આશ્રમના મહંત પૂ.મુક્તાનંદ બાપુના અખાડાની મુલાકાત સાથે ભવનાથ શ્રી ગૌરક્ષ નાથ આશ્રમના મહંત શેરનાથ બાપુના અખાડાની પણ મુલાકાત કરી હતી.અને મહાકુંભ વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જયારે આ વર્ષે કરોડો સનાતન ધર્મના ભાવિકો જયારે મહાકુંભમાં જોડાવાના છે તે સંદર્ભે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મહાકુંભની પાવન ધરતી સંતો અને ભાવિકો માટે ચાલી રહેલ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.