મંડપ, સ્ટેજ, પરેડ, કાયદો વ્યવસ્થા, સફાઈ સહિતની કામગીરી સોંપાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી ધરમપુર ચોબારી ગામે કરવાની હોવાથી તે અંગે પ્રાંત કચેરી ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. તેમાં કામગીરી બાબતે અલગ અલગ વિભાગોને કામગીરી સોંપી હતી.
મંડપ, સ્ટેજ અને આમંત્રણ પત્રિકા છપાવવા અને વિતરણની કામગીરી, ધ્વજ વંદન માટે પોલનું સ્ટેન્ડ અને ચૂનાની લાઇન દોરવાની કામગીરી, રાષ્ટ્રધ્વજની સલામી સમય પરેડ અને કાયદો વ્યવસ્થા તેમજ પાર્કિંગ અંગેની કામગીરી, કાર્યક્રમની મિનિટ તો મિનિટ કાર્યક્રમની રૂપરેખા અને એન્કરિંગની કામગીરી, મેડિકલ ટીમની કામગીરી, સાફ-સફાઈ અને પાણીની વ્યવસ્થાની કામગીરી, વીજ પુરવઠા અંગેની કામગીરી, ફાયર ફાઈટરની વ્યવસ્થાની કામગીરી વગેરે અલગ અલગ પદાધિકારીઓને વ્યવસ્થા સોંપવામાં આવી હતી. ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા જણાવતા પહેલા મોટાભાગના સ્વાતંત્ર દિવસના કાર્યક્રમો જિલ્લા અથવા રાજ્યમાં થકી થતા હતા. જેના કારણે ગામડાનો લોકો તેમાં સીધો ભાગ લઈ શકતા ન હતા. તેથી રાજ્ય સરકારે તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગ્રામ્ય કક્ષાએ કરવાનું નક્કી કરવામાં આવેલું છે. જેથી ગામના તમામ નાગરિકોને સરળતાથી કાર્યક્રમમાં જોડાઈ શકે.