2017માં પસાર થયેલા કાનૂન મુજબની માનસિક બિમારીમાંથી હાલ મર્યાદિત બિમારી જ સામેલ કરાશે
દેશમાં માનસિક રોગના વધતા જતા દર્દીઓ માટે એક મોટી રાહત છે. હવે વિમા કંપનીઓ મેડીકલેમમાં માનસિક આરોગ્ય કે માનસિક રોગોને પણ સામેલ કરશે. વિમા ઓથોરીટીએ આ માટે તમામ વિમા કંપનીઓને ‘ધ મેન્ટલ હેલ્થ એકટ’ 2017માં જે માનસિક દર્દોની વ્યાખ્યા નિશ્ચિત કરી છે. આ એકટમાં ‘સાયકોલોજીકલ- ડીસઓર્ડર’નો પણ સમાવેશ થાય છે અને તેને મેન્ટલ-ઈલનેસ-માનસિક-બિમારી તરીકે ગણવામાં આવી છે.
- Advertisement -
આ વ્યાખ્યા વિશાળ છે જેમાં વિચારવાની શક્તિને અસર થવી, (ડીસઓર્ડર ઓફ થિંકિંગ) મૂડ, ધારણા, નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થવી- વર્તનમાં બદલાવ, ઉપરાંત માદક દ્રવ્ય- કે શરાબના સંબંધીત જે માનસિક અસર થાય છે તેને આ એકટ હેઠળ વ્યાખ્યા નિશ્ચિત થઈ છે.
જો કે વિમા પોલીસીમાં જે માનસિક-દર્દનો સમાવેશ થાય છે તે હાલ મર્યાદીત હશે. જેમાં બાઈપોલર, ડિસ ઓર્ડર, ડિપ્રેશન, પેનિક ડીસ ઓર્ડર, હાયવર એકટીવીટી, એટેન્શન ડેફીસીટ ડીસ ઓર્ડર ઈટીંગ ડીસ ઓર્ડર, ખુદને સર્વથી અલગ માનવા વિ.નો સમાવેશ થાય છે. જો કે આ વિમા કંપનીઓ પોતાની પોલીસી ટર્મ નિશ્ચિત કરશે. આ પ્રકારના દર્દોમાં સારવાર ખર્ચ ઉપરાંત જે શારીરિક-આરોગ્યમાં ‘કવર’ થાય છે તે તમામ મુદાઓને આવરી લેવાશે.