બાણેજમાં એક મત માટે મતદાન મથક ઉભું કરાશે
લોકસભા મત વિસ્તારમાં કુલ 1847 મતદાન મથકો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ લોકસભા ચૂંટણી જાહેર થતા વહીવટી તંત્ર ઈલેક્શન મોડમાં આવી ગયું છે.અને આદર્શ આચાર સહિતની અમલવારી સાથે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે જયારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબકા તા.7 મેના રોજ યોજાવાની છે ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કુલ 17.89 લાખ મતદારો છે જેમાં સમગ્ર લોકસભા મત વિસ્તરામાં કુલ 1847 મતદાન મથકો પર મતદાન યોજાશે 2024 લોકસભા ચૂંટણીમાં યુવા મતદારોમાં વધારો થયો છે જેમાં 18થી 29 વયના 5.14 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જયારે જૂનાગઢ જિલ્લામાં 27458 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે જયારે જૂનાગઢ જિલ્લમાં 432 મતદારો શતાયુ અને ગીર સોમનાથ જિલ્લામાં 85 વર્ષથી વધુની વયના 8565 મતદારોનો સમાવેશ થાય છે. જૂનાગઢ મુખ્ય ચૂંટણી અધિકારી અનીલકુમાર રાણાવસીયા દ્વારા એક પછી એક મિટિંગો શરુ કરીને ચૂંટણીલક્ષી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.પેહલા રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ અને ભીંત ચિત્રો હટાવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.જયારે ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 14 વિડિઓ નિરીક્ષણ, 13 વિડિઓ દેખરેખ ટુકડી, 43 ફલાઇંગ સ્કોડ, 9 એકાઉન્ટિંગ ટીમ, 59 સ્થાયી દેખરેખ ટિમની રચના કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત આચાર સહિતના અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ ડીઆરડીએના નિયામકની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે તેમજ નગરપાલિકા કક્ષાએ તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ નોડલ અધિકરીઓની નિમણૂંક કરવામાં આવી છે. દેશમાં ચૂંટણી પંચ દ્વારા એક મત માટે પણ મતદાન મથક ઉભુ કરવાનું ઘ્યાન રાખે છે ત્યારે 2007થી ઉના વિધાનસભા બેઠકમાં આવેલ મઘ્યગીરના બાણેજ જંગલ વિસ્તારમાં આવેલ મંદિરમાં રહેતા મહંત માટે મતદાન મથક ઉભુ કરવામાં આવે છે. ત્યારે એક મત માટે બાણેજ ધાર્મિક જગ્યાની બાજુમાં એક મત હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા પુરા સ્ટાફની ફાળવણી કરીને મતદાન મથક ઉભુ કરવામાં આવે છે.
- Advertisement -