સુરેન્દ્રનગર જિલ્લામાં વગડીયા, ભાડુલા, જામવાડી, તરણેતર, સડલા સહિતના વિસ્તારોમાં ધમધમતી ખાણો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી રહી છે. ત્યારે સ્થાનિક ખાણ ખનિજ વિભાગ પર કેટલાક ગંભીર આક્ષેપ કારમાં આવી રહ્યા છે ખાસ કરીને થાનગઢથી મૂળી તરફ જવાના રોડ પર આવતા વગડીયા ગામે રોડથી માત્ર 500 મીટર સાઈડમાં જ આ પ્રકારની ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે છતાં પણ સ્થાનિક તંત્રને દિન દહાડે ચાલતી કોલસાની ખનિજ ચોરી નજરે પડતી નથી. ગ્રામ્ય વિસ્તારની નજીક ચાલતી કોલસાની ખાણમાં બ્લાસ્ટિંગ કરવાના લીધે કેટલાક રહીશોના મકાન જર્જરિત થઈ ચૂક્યા છે. ખનિજ માફીયાઓનો ત્રાસ એટલી હદે વણસી ચૂક્યો છે કે આ બાબતની રજૂઆત કરવા જાય તો પણ ખનિજ માફિયા દાદાગીરી કરી સ્થાનિક લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે. પરંતુ સ્થાનિક તંત્ર ખનન અટકાવવાનો બદલે જાણે કોલસાના ખાણોને ચલાવવા માટે લીલીઝંડી આપી હોય તેવું દ્રશ્ય નજરે પડે છે. ગ્રામ્ય વિસ્તારોના રહીશોના મકાનમાં બ્લસ્ટિંગન લીધે પડતી તિરાડો અને જર્જરિત મકાનોના લીધે હવે રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે પરંતુ અહીં પોતાની રોજીરોટી હોવાના લીધે આ ત્રાસને બરદાસ્ત કરી રહ્યા છે.
- Advertisement -
મૂળી તાલુકાના વગડીયા ગામે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ચાલતી કોલસાની ગેરકાયદે ખાણનો વિડિયો વાઇરલ કરાયો છે જેમાં ગેરકાયદે કોલસાની ગામની નજીક ચાલી રહી છે અને તે પણ સરપંચ પોતે જ ચલાવી રહ્યા હજવણો આક્ષેપ કરાયો છે. એક તરફ જિલ્લા વિકાસ અધિકારી કોલસાની ગેરકાયદે ખાણ પર દરોડા બાદ જે તે વિસ્તારના ગ્રામપંચાયત સરપંચ પર સસ્પેન્ડ કરવાની કામગીરી અંગે જણાવી રહ્યા છે પરંતુ ખરેખર અગાઉ માત્ર બે ગામના સરપંચોને સસ્પેન્ડ બાદ અનેક ગામની સીમમાં આ પ્રકારની ખનિજ ચોરી પકડાયા છતાં એક પણ સરપંચ પર કાર્યવાહી કરી નથી અને તેવામાં વગડીયા ગામે તો ખુદ સરપંચ પોતે જ કોલસાની ખનિજ ચોરી કરતા હોવાનું જણાવતા હવે તંત્ર દ્વારા કરતી કામગીરી સામે શંકા ઉપજે છે ત્યારે રાજકીય ઓથ અને તંત્રની મિલીભગતથી ચાલતા ગેરકાયદેસર કોલસાના કાળા કારોબાર પર અંકુશ આવે તેવી ગ્રામીણ રહીશો માંગ કરી રહ્યા છે.