આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભઆરતીય જનતા પાર્ટી પર પોતાનો હુમલો બોલતા કહ્યું કે, ભગવા પાર્ટીની પાસે નગર પાલિકા માટે પણ કોઇ કારણ નથી. તેમણે એમસીડીમાં આમ આદમી પાર્ટીને પસંદ માટે મતદાતાઓને સતર્ક કરવા માટે પોતાની પાર્ટી માટે એક નવા અભિયાનની જાહેરાત કરી છે. મનીષ સિસોદિયાએ સંવાદદાતાઓ સાથે વાત કરતા કહંયું કે, બીજેપીએ છેલ્લા 15 વર્ષોમાં દિલ્હીના નગર નિગમમાં કંઇ કર્યુ નથી અને આવનારા પાંચ વર્ષો માટે પણ કોઇ વિચાર નથી.
તેમણે વધુમાં કહ્યું કે, અમે લોકોની સમસ્યાઓને ઠીક કરવા માટે એક દષ્ટિકોણ રાખ્યો છે. આપવા આ ચુંટણી જીતવા જઇ રહી છે. જેના માટે તમે ઇચ્છો છો કે તમારા વિસ્તારમાં કાર્ય થાય તો તમારે આપના કાર્યકર્તાને પસંદ કરવા પડશે. જો તમારા વોર્ડમાં કોઇ પણ ભાજપનો કાર્યકર્તા હશે તો તે વ્યક્તિ એમસીડીમાં આપની સરકારમાં સમસ્યા હોવાના કારણે કાર્યમાં વિલંબ થઇ શકે છે.
- Advertisement -
આપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, આ માટે આપની સરકારે એક નવું અભિયાન ચાલુ કર્યુ છે, જેમાં કેજરીવાલની સરકાર, કેજરીવાલના કાર્યકર નામ આપવામાં આવ્યું છે. જેથી લોકોને 4 ડિસેમ્બરના થનારી ચુંટણીમાં ભાજપની જગ્યાએ આપના કાર્યકર્તાને પસંદ કરી શકે.
તેમણે વધુમાં જણાવ્યું કે, લોકોએ અરવિંદ કેજરીવાલને દિલ્હી સરકારમાં તક આપવામાં આવી, જેમાં અમે ખૂબ કામ કર્યુ છે. જયારે નગર પાલિકામાં ભાજપને 15 વર્ષ આપવામાં આવ્યા, પરંતુ કોઇ કામ થયું નથી. તેમનું કોઇ કામ દેખાડવા લાયક નથી. તેમણે આરોપ લગાવ્યો કે એમસીડી ચુંટણીમાં ભાજપના નેતાઓ માટે કોઇ એજન્ડા નથી, જો કે કેવળ અરવિંદ કેજરીવાલની જ દિવસ-રાત નિંદા કરે છે.