આગ લાગેલા જંગલમાં ખોવાયેલા મેકક્લિશની કહાની
34 વર્ષીય લુકાસ મેકક્લિશ 11 જૂને કેલિફોર્નિયા, અમેરિકાના જંગલોમાં દુર્લભ ગ્રેનાઈટ શોધવા માટે ઘરેથી નીકળ્યો હતો. તેના શરીર પર ન તો શર્ટ હતું કે ન તો તેના હાથમાં કોઈ સુરક્ષા સાધન હતું. તેના માથા પર માત્ર ટોપી અને પગમાં જૂતા હતા. ત્રણ કલાક ચાલ્યા પછી પણ ગ્રેનાઈટ ન મળ્યો, પરંતુ તે સળગેલા જંગલમાં ફસાઈ ગયા.
- Advertisement -
અહીં ચારે બાજુ રાખ ફેલાઈ ગઈ હતી અને અડધા બળી ગયેલા વૃક્ષો ધૂંધવાતા હતા. જ્યારે તે ત્યાંથી ભાગી ગયો ત્યારે એક દિપડો ત્યાં આવી ચડયો અને તેનો પીછો કરવા લાગ્યો ! કોઈક રીતે તેને તેની જાતને બચાવી લીધી. કેટલાક ઝાડના પાંદડા અને પાણીથી દસ દિવસ સુધી પોતાને જીવતો રાખ્યો.
દસ દિવસ પછી, બચાવકર્મીઓએ તેને ખૂબ જ ખરાબ હાલતમાં જંગલમાંથી જીવતો બહાર કાઢ્યો. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, પહેલા તેઓએ મેકક્લિશને તેના ઘરની આસપાસ શોધ્યો. પાંચ દિવસ બાદ 16 જૂને ફાધર્સ ડેના દિવસે તે ન મળતાં તેણે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે તેને શોધ્યો ત્યારે તે કાદવમાં લતપત મળી આવ્યો હતો. તેના ચહેરા પર રાખ ચોંટી ગઈ હતી.
મેકક્લિશે કહ્યું કે તેમના એક મિત્રએ તેમને કહ્યું હતું કે જંગલના એક ભાગમાં એક દુર્લભ ગ્રેનાઈટ ખડક છે.જંગલના તે વિસ્તારથી સારી રીતે વાકેફ હતો અને કોઈપણ તૈયારી વિના ત્યાં ગયો હતો.
- Advertisement -
♦ અવાજ સાંભળ્યો પણ જોઈ શકાતો નહિ
પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ઘણી વખત મેકક્લિશની મદદ માટે બૂમો જંગલની વચ્ચે સાંભળવામાં આવી હતી. પછી થોડી વાર પછી અવાજ બંધ થઈ જતો. આનાથી બચાવ ટુકડીઓ મૂંઝવણમાં મૂકાતી હતી.
♦ 13 કિલો વજન ઘટયું
મેકક્લિશે કહ્યું કે, તેણે માત્ર એક પેન્ટ, એક જોડી જૂતા અને ટોપી સાથે 10 દિવસ સુધી જંગલમાં સંઘર્ષ કર્યો. તે ચંપલની મદદથી પાણી ભેગું કરીને પીતો અને ઝાડના પાંદડા સાથે ગંદુ પાણી પણ પી જતો હતો ! તેણે કહ્યું, હું જંગલમાં એટલો ફર્યો છું કે મારૂ વજન 13 કિલોગ્રામ ઘટી ગયું છે. ‘હું એક વર્ષમાં પણ આટલું ચાલી ન શકુ તેટલું મેં 10 દિવસમાં ચાલ્યું’.