ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે 8મી માર્ચ, 2024નાં રોજ 113-મા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે મહિલાઓને રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયના પેઢડીયા મહિલાઓને શુભેચ્છા પાઠવતા જણાવે છે કે, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવવા પાછળનો હેતુ વિશ્ર્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્કર્ષમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ મહિલાઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે.
આજે વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ, કોમ્યુટર, રમતગમત, રાજકીય સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ ગુજરાત રાજ્યમાં સરકાર ક્ધયા કેળવણી અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, મહિલાઓમાં નામે મિલકત રજીસ્ટ્રેશન સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત જેવા પ્રયાસ થકી નારીઓના ઉત્કર્ષમાં યોગદાન કરી રહેલ છે. આજે દેશના સર્વોચ્ચ પદ મહિલા રાષ્ટ્રપતિ તરીકે મહામહિમ દ્રૌપદી મુર્મુ, દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણ, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉતરપ્રદેશ રાજ્યના ગવર્નર આનંદીબેન પટેલ ભારત દેશના ઉત્કર્ષમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. દેશમાં અવકાશયાન ક્ષેત્રે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રમતગમત ક્ષેત્રે પી. ટી. ઉષા, સાયના નેહવાલ, પી.વી.સિંધુ, ગાયન ક્ષેત્રે લતામંગેશકર, આશા ભોસલે, પર્વતારોહી બેચેન્દ્રી પાલ, સમાજ સેવા ક્ષેત્રે મધર ટેરેસા, વગેરે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપ્યું છે.
- Advertisement -
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે મહિલાઓ જોગ સંદેશો પાઠવતા મેયર અંતમાં જણાવે છે કે મહિલાઓ ઘરની ચાર દિવાલમાંથી બહાર નીકળી વિવિધ ક્ષેત્રમાં સમાજ ઉપયોગી તથા લોકઉપયોગી કાર્યો કરી પોતાનું યોગદાન આપે. એક માતા સો શિક્ષકો બરાબર છે જે રૂઢીપ્રયોગને ચરિતાર્થ કરવા આજની યુવા પેઢીને શિસ્તના પાઠ શિખવે, સંસ્કારનું ચિંતન કરે, સારું શિક્ષણ આપી, દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા દ્રઢ સંકલ્પ કરે તે આજના સમાજની તાતી જરૂરિયાત છે.