પોલેન્ડના katowice શહેરમાં તા.30 જૂન સુધી આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
ઝડપી શહેરીકરણ અને તેના થકી વિવિધ શહેરો, સમુદાયો, અર્થતંત્રો અને આબોહવા પર થતી અસરની ચર્ચા કરવા, તેમજ આવનાર સમયના અપેક્ષિત પડકારોનો સજ્જતાથી સામનો કરવા માટે શહેરોને તૈયાર કરવા પોલેન્ડના World Urban Forum-11 નું આયોજન તા. 26થી તા. 30 જૂન સુધી કરવામાં આવેલું છે ત્યારે આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રાજકોટ 2016થી પ્રોજેક્ટનો ભાગ રહ્યો છે અને રાજકોટમાં હાથ ધરાયેલા ક્લાઈમેટ રેસિલિયન્ટ પ્રોજેક્ટની નોંધ લઈને રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ તા. 30ના પોલેન્ડ જવા રવાના થશે. capaCITIS પ્રોજેક્ટ થકી રાજકોટ શહેર માટે ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં વિવિધ પગલાં લેવામાં આવેલા છે.