મોરબીમાં જન્મ થયેલ જાગ્રત દેત્રોજા ઉ.વર્ષ ૧૦ હાલ સ્પેન કાર રેસિંગમાં ચેમ્પિયન બનવા બદલ મેયર ડૉ.પ્રદિપ ડવ દ્વારા શુભેચ્છા પાઠવેલ.
મોરબીમાં જન્મ થયેલ જાગ્રત દેત્રોજા (ઉ.વર્ષ ૧૦) તેમના પિતા મયુરભાઈ દેત્રોજા હલ રાજકોટમાં રહે છે. તેમનો પુત્ર જાગ્રત સ્પેનમાં છે. સ્પેન ખાતે કાર રેસિંગ ચેમ્પિયનશીપ મેળવેલ અને હાલ જાગ્રત રાજકોટ આવેલ છે. આજરોજ મેયરની મુલાકાતે આવેલ. કાર રેસિંગમાં ચેમ્પિયનશીપ મેળવવા બદલ મેયર ડૉ.પ્રદિપ ડવએ શુભેચ્છા સાથે ભારત દેશનું નામ રોશન કરે તે માટે હ્રદયપૂર્વક શુભાશિષ પાઠવેલ.
જાગ્રત હાલ વેલેનસીયા સ્પેન ખાતે રહે છે. જાગ્રત સ્પેન ખાતે એક માત્ર ભારીતય ડ્રાઈવર તરીકે કાર રેસ કરી રહ્યો છે. તેનો ફોર્મ્યુલા ૧ ડ્રાઈવર ઇન્ડિયા (ભારત) માટે પ્રથમ બનવાનો લક્ષ્ય છે.
- Advertisement -
જાગ્રતએ ૨૦૧૯માં નેશનલ ઇન્ડિયા કાર્ટીંગ ચેમ્પિયન રનરઅપ (ઓલ ઇન્ડિયા-૧), પોડિયમ પોઝીસન – ૨ નંબર, ૩ નંબર સ્પેન રેસિંગમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.