ભારત વિશ્ર્વભરમાં તમાકુંનું ઉત્પાદન અને સેવન કરતો બીજા ક્રમનો દેશ છે: ડૉ. અદિતિ થાનકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
31મી મેને વિશ્ર્વમાં ‘તમાકુ નિષેધ દિવસ’ એટલે કે ‘ગઘ ઝઘઇઅઈઈઘ ઉઅઢ’ તરીકે ઉજવાય છે, જે નિમિત્તે તમાકુના સેવનથી થતી શારીરિક, માનસિક અને આર્થિક હાનિ વિશે ધ્યાન કેન્દ્રીત કરવું ખૂબ આવશ્યક છે.
- Advertisement -
રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ)ના નિષ્ણાત ઓન્કોલોજીસ્ટ ડો. અદિતિ થાનકીએ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે માહિતી આપતાં જણાવેલું હતું કે ઠઇંઘ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના તારણ મુજબ ભારતમાં તમાકુથી થતાં રોગો અને મૃત્યુ દેશના જી.ડી.પી.માં 1%નો ઘટાડો કરે છે. ભારત વિશ્ર્વભરમાં તમાકુનું ઉત્પાદન અને સેવન કરતો બીજા ક્રમનો દેશ છે. તમાકુનું કોઈપણ પ્રકારનું સેવન જેમાં બીડી, સીગારેટ, ઈ-સીગારેટ, માવા, પાનમસાલા, ગુટખા, ખૈની, બજર, હુક્કા કે ચલમનો સમાવેશ થાય છે તે જીવલેણ કેન્સરને નોતરી શકે છે. ભારતમાં 27% કેન્સર તમાકુ સંબંધિત કેન્સર છે. જેમાં અગ્રેસર છે મોં અને જડબાંના તેમજ ફેફસાંના કેન્સર, આ ઉપરાંત અન્નનળી, આંતરડા, જઠર, કીડની, પેશાબની થેલી, સ્વાદુપિંડ અને અમુક પ્રકારના લોહીના કેન્સર પણ થઈ શકે છે.
વધુમાં તેઓએ જણાવેલું હતું કે તમાકુના ધુમાડામાં 72 જેટલા કેન્સરજન્ય કેમિકલ્સ (CARCINOGENS) ઓળખાયા છે જ્યારે SMOKELESS TOBACCO જેમાં પાન-મસાલા, ગુટખા વગેરેનો સમાવેશ થાય છે તેમાં 27 જેટલા CARCINOGENS હોય છે, જે કોષને જનીન સ્તરે હાનિ પહોંચાડી અનિયમિત રીતે વિભાજીત થતી કેન્સરની ગાંઠમાં પરિણમે છે. તમાકુનું સેવન કરતી વ્યક્તિમાં ફેફસાંના કેન્સરનું જોખમ 5ગણું વધારે હોય છે, પણ આ સાથે ધુમ્રપાન કરતી વ્યક્તિના પરિવારજનોમાં પણ આ ધુમાડો હાનિ કરે છે જેને સેક્ધડ હેન્ડ સ્મોકીંગ અથવા પેસિવ સ્મોકીંગ કહેવાય છે. જેથી તેમનામાં કેન્સરનું જોખમ બમણું થઈ જાય છે. આ ઉપરાંત દર વર્ષે તમાકુના કારણે વિશ્ર્વભરમાં 80 લાખથી વધુ લોકોના મૃત્યુ થાય છે. તેમાંથી 10 લાખથી વધુ લોકો ધુમ્રપાન ન કરતાં હોવા છતાં પેસિવ ધુમ્રપાનના શિકાર બને છે. યુવાનોમાં ધુમ્રપાનની ટેવ 18 વર્ષથી નાની વયે શરૂ થાય છે, જે દેશના યુવા ધનને બહોળી હાનિ પહોંચાડી શકે છે તેવું અંતમાં ડો. અદિતિ થાનકીએ જણાવ્યું હતું.