ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
વાતાવરણમાં પલટો થતાં 7 માર્ચના રાજ્યનાં અનેક વિસ્તારોમાં માવઠાની સંભાવના
- Advertisement -
રાજ્યના હવામાન વિભાગે વાતાવરણ પલટવાની સંભાવના વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનની અસરના ભાગરૂપે 7 માર્ચની આસપાસ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા જિલ્લા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી છે.

હવામાન વિભાગની કમોસમી વરસાદી આગાહીના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. વરસાદને કારણે પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાતાવરણમાં ફેરફાર થતાં દરિયાકાંઠના વિસ્તારોમાં એકાએક ચાર થી પાંચ ડિગ્રી જેટલો તાપમાનનો પારો ઉંચકાયો છે. મહુવામાં સૌથી વધુ 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વેરાવળમાં પણ 36.1 ડિગ્રી સાથે મહત્તમ તાપમાન નોંધાયું છે.
- Advertisement -
જો કે, રાજ્યના અમુક વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક જોવા મળ્યું છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી જેટલો ધટ્યો છે. જેથી લોકોને થોડી રાહત મળી છે.


