ભડકાઉ ભાષણ મામલે મૌલાના અઝહરી ધરપકડ બાદ સઘન પુછપરછ
આયોજક અને મૌલાનાની સંયુક્ત પૂછપરછ કરાશે
- Advertisement -
જૂનાગઢમાં પોલીસ છાવણી સાથે ચુસ્ત બંદોબસ્ત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તા.31 જાન્યુઆરીના રોજ નરસિંહ વિધ્યા ગ્રાઉન્ડમાં નશામુક્તિ માટે યોજાયેલ કાર્યક્રમમાં મુંબઈના મોલાના સલમાન અઝહરીએ કરેલા ભડકાવ ભાષણ મામલે મોલાના સહીત બે આયોજકો સામે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો ત્યાર બાદ ગુજરાત એટીએસ અને મુંબઈ પોલીસ સાથે મુંબઈના ઘાટકોપરના વિસ્તાર માંથી ઝડપી લેવામાં આવેલ અને ત્યાંથી અમદવાદ અને ત્યાર બાદ જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવેલ અને પોલીસ દ્વારા પુછપરછ શરુ કરવામાં આવેલ છે. આ અંગે જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો હેતુ નશામુક્તિ અને માર્ગદર્શન આપવાનો હતો કે અન્ય કોઈ વિચારધારાનો હતો ? તેમજ અન્ય બાબતો મુદ્દે પણ મોલાના અઝહરીનું નિવેદન લેવામાં આવશે અને તેની સાથે આયોજક સાથે સંયુક્ત પુછપરછ સાથે નિવેદન લેવામાં આવશે ત્યાર બાદ આજે સાંજે કોર્ટમાં રજુ કરવામાં આવશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મુંબઈના મોલાના અઝહરીની મુંબઈથી ધરપકડ બાદ જૂનાગઢ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.શહેરના સંવેદન શીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.કોર્ટ પરિસર સહીતની જગ્યા પર પોલીસ જવાનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે .હાલતો પોલીસ દ્વારા હેડ ક્વાર્ટર ખાતે મોલાના અઝહરી અને આયોજકના નિવેદન લેવાનું શરુ કરીને કાર્યક્રમનો હેતુ શું હતો તેવી જીણવટ ભરી તપાસ કરવામાં આવશે અને સાંજે 4 વાગ્યા આસપાસ પોલીસ કાફલા અને ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.