સદાશિવસમારમ્ભાં શંકરાચાર્યમધ્યમામ્મ
અસ્મદાચાર્ય પર્યન્તાં વન્દે ગુરુપરમ્પરામ્ય
-મહર્ષિ ગૌતમ દવે
આપણે બધાય જાણીએ છીએ કે “સંસ્કૃત-ભાષા” એ આદિકાળથી બોલાતી વિશ્વની સૌથી પ્રાચીન ભાષા છે. જે સરલ, મધુર અને કર્ણપ્રિય છે. જેનું પ્રત્યક્ષ પ્રમાણ આપણે વેદ-શાસ્ત્ર તથા ઇતિહાસમાં જોયું છે. આશરે 2500 વર્ષ પૂર્વે આદિ શંકરાચાર્યજી શિષ્યો સહિત ભારત વિજય યાત્રા કરી રહ્યા હતા. તે સમયના પ્રકાન્ડ વિદ્વાન કુમારિલ ભટ્ટજીના શિષ્ય એવા મંડન મિશ્રજી મીમાંસા શાસ્ત્રના પરમ મર્મજ્ઞ હતા. જેવો આજના દરભંગા નગરમાં વર્ષો પહેલા સપરિવાર વસતા હતા. જ્યારે શંકરાચાર્યજી મણ્ડનમિશ્રજીના સાથે શાસ્ત્રાર્થ કરવા માટે તેમના ગામે પહોંચ્યા. ત્યારે તેમના શિષ્યવૃન્દમાથી એક શિષ્ય દ્વારા ગામની એક સાધારણ ક્ધયાને પૂછવામાં આવ્યું કે મંડન મિશ્રજી નું ઘર ક્યાં છે ?
ત્યારે તે ક્ધયા સંસ્કૃત ભાષામાં ઉત્તર આપે છે કે “સ્વત: પ્રમાણં પરત: પ્રમાણંજાનીહિ તન્મણ્ડનમિશ્રધામ!” અર્થાત્ જે ઘરનાં આંગણામાં પોપટ અને મેના વચ્ચે આવો સંસ્કૃત સંવાદ ચાલતો હશે. તો તે જ મંડન મિશ્રજીનું ઘર હશે. આ પ્રત્યક્ષ ઘટના છે. કાલ્પનિક નથી. જેનું વર્ણન આપણે સુપ્રસિદ્ધ એવા “શંકરદિગ્વિજય” નામના ગ્રંથમાં જોઈ શકીએ છીએ.
- Advertisement -
આ ઘટનાથી આપણે સૌ એ વાત સ્વીકારી શકીએ કે એક સમયે સંપૂર્ણ ભારતવર્ષમા સંસ્કૃત જ બોલાતું હતુ. અને એજ જનભાષાનુ માધ્યમ રહ્યું હશે. આજના સમયમાં કર્ણાટક રાજ્યના શિમોગા જિલ્લાનું માત્ર એક જ “મત્તૂરુ” સંસ્કૃત ગામ છે. જે ગામ તુંગા નદીના કિનારે વસેલું છે. આશરે આ ગામની વસ્તી 2087 છે. જે ગામમાં દરેક જાતિના વ્યક્તિઓ વસે છે. જ્યાં બાળકથી આરંભીને ઘરના વડીલ સુધીના તમામ સભ્યો સંસ્કૃતમા બોલે છે. જોકે તેઓની રાજભાષા કન્નડ હોવા છતાં પણ વાગ વ્યવહાર તો સંસ્કૃતમા કરવામાં આવે છે. આટલું જ નહીં આ ગામના ઘણા ખરા સભ્યો શહેરમાં ડોક્ટર, એન્જિનિયર તથા પ્રોફેસરના પદ પર પોતાની સેવા આપી રહ્યા છે. જે ગૌરવની વાત છે. પણ આજ કાલ તો ફક્ત મોટા મોટા મંચોથી ભાષણના સમયે “મત્તૂરુ” ગામનું ઉદાહરણ દેવામાં આવે છે પણ એનાથી સંસ્કૃત જનભાષા નહીં બને તે માટે આપણે સ્વયં એક એક ઘરની જવાબદારી લેવી પડશે જેની જવાબદારી મે સ્વયં લીધી છે. તેના આધારે આપને સૂચિત કરુ છું. આપણે આપણા ગામને સંસ્કૃત ગામ કરવા માટે ક્યારેય યોગ્ય પ્રયાસો કર્યા ? નહીં બસ પદ મળતાં જ “કૃતસ્ય પ્રતિ કર્તવ્યમ્ એષ ધર્મ: સનાતન:” આવી શાસ્ત્ર આજ્ઞાને ભૂલીને અર્થોપાર્જનમા લાગી ગયા છીએ.
આવા “મત્તૂરુ” જેવા આદર્શ ગામથી દરેક ભારતીય નાગરિકોએ અવશ્ય પ્રેરણા લેવી જોઈએ. શાસ્ત્રમા કહ્યું છે કે “ભારતસ્ય પ્રતિષ્ઠે દ્વે સંસ્કૃતં સંસ્કૃતિસ્તથા” અર્થાત ભારતની માન-પ્રતિષ્ઠા સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિથી જળવાઈ રહેશે. એ માટે ભારતની માન-પ્રતિષ્ઠાનુ રક્ષણ કરવું એ ફક્ત સંસ્કૃત અધ્યાપકનુ જ ઉત્તર દાયિત્વ નથી. દરેક નાગરિકનુ પહેલું કર્તવ્ય છે. અને સંસ્કૃત અતિ સરળ છે. જેવી રીતે આપણા ઘરે કોઈ અતિથિ પધારે ત્યારે આપણે તેમના સ્વાગત માટે બોલીશું. આવો! બેસો! પીવો પાણી! વાત સંભાળાવો કાઈક નવી! એ જ વાક્યો ને આપણે સરલ સંસ્કૃતમા બોલવા માટે સક્ષમ છીએ. ઉદા. સ્વાગતમ! આગચ્છતુ! ઉપવિશતુ! જલં પિબતુ! કા વાર્તા ? વદતુ! સંસ્કૃત આટલું સરળ છે તો પછી આજ થી જ સંકલ્પ કરીએ કે યથા સંભવ સંસ્કૃત ભાષાને વાગ વ્યવહારમા લાવીએ. અને દરરોજ એક નવો સંસ્કૃત શબ્દ જાણીએ અને બીજાને જણાવીએ. જો કે જીજ્ઞાસુઓ તો પોતાના કાર્યના આરંભથી અંત સુધી લાગ્યા રહે છે. આટલું કરીશું તો એક સમયે આપણા ગામને સંસ્કૃત ગામ થતા કોઈ રોકી નહીં શકે. આચાર્યા: શંકરાચાર્યા: સન્તુ મે જન્મ જન્મનિ!