કુરાનનો અભ્યાસ, ઇરાક સાથે યુદ્ધ લડ્યું: રાષ્ટ્રપતિ રાયસીના મૃત્યુ બાદ સત્તા મળી
ખાસ-ખબર ન્યૂઝ ઈરાન, તા.31
- Advertisement -
ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયાને દેશના 9માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. મંગળવારે ઈરાનની સંસદમાં પેઝેશ્કિયાનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ભારત અને પાકિસ્તાન સહિત અનેક દેશોના નેતાઓએ ભાગ લીધો હતો. જ્યારે ભારતનું નેતૃત્વ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કર્યું હતું, જ્યારે પાકિસ્તાન તરફથી નાયબ વડાપ્રધાન ઇશાક ડારે સમારોહમાં હાજરી આપી હતી. 5 જુલાઈના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પેઝેશ્ર્કિયાને કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખ મતોથી હરાવ્યા હતા. 19 મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના મૃત્યુ બાદ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ઈરાનમાં પ્રથમ તબક્કાનું મતદાન 28 મેના રોજ થયું હતું. આમાં કોઈપણ ઉમેદવાર 50% મત મેળવી શક્યા ન હતા, જે ચૂંટણી જીતવા માટે જરૂૂરી છે. જો કે, પેઝેશ્ર્કિયાન 42.5% મતો સાથે પ્રથમ અને જલીલી 38.8% મતો સાથે બીજા ક્રમે આવ્યા હતા. ઈરાનના બંધારણ મુજબ, જો પ્રથમ રાઉન્ડમાં કોઈ ઉમેદવારને બહુમતી ન મળે, તો પછીના રાઉન્ડમાં ટોચના 2 ઉમેદવારો વચ્ચે મતદાન થાય છે. જેમાં બહુમતી મેળવનાર ઉમેદવાર દેશનો આગામી રાષ્ટ્રપતિ બને છે. 1954માં જન્મેલા મસૂદ પેઝેશ્ર્કિયાનની કુર્દિશ માતા હતી. તેનો જન્મ ઈરાનના પશ્ર્ચિમ અઝરબૈજાન પ્રાંતમાં થયો હતો.
આ એ જ વિસ્તાર છે જ્યાં તૈમૂરના ડરથી બગદાદ ભાગી ગયેલા લોકોએ આશ્રય લીધો હતો. મસૂદે ઈરાનના રાજા રેઝા શાહના સમયમાં પણ સેનામાં સેવા આપી હતી. 1980માં જ્યારે ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈને ઈરાન પર હુમલો કર્યો ત્યારે મસૂદે યુદ્ધ દરમિયાન ઘાયલોની સારવાર કરી હતી. યુદ્ધ પછી, તે કાર્ડિયાક સર્જરીમાં નિષ્ણાત બની ગયો. 1994માં તેને જીવનનો સૌથી ખરાબ હુમલો આવ્યો હતો. તેમની પત્ની અને એક પુત્રીનું કાર અકસ્માતમાં મોત થયું હતું. પારિવારિક દબાણ છતાં તેણે ફરીથી લગ્ન કરવાની ના પાડી. તેણે પોતાના બાળકોને એકલા હાથે ઉછેર્યા. પેઝેશ્ર્કિયાન પૂર્વ રાષ્ટ્રપતિ હસન રુહાનીની નજીક છે. તેણે ચર્ચાઓમાં ઘણી વખત હિજાબનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે નૈતિક પોલીસિંગનો અધિકાર કોઈને નથી. 2022માં મહસા અમીનીના મૃત્યુ બાદ ઈરાનમાં હિજાબનો વિરોધ થઈ રહ્યો હતો. પેઝેશ્ર્કિયાને ત્યાર બાદ ઈરાની શાસનની વિરુદ્ધ જઈને એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “આ અમારી ભૂલ છે.
અમે બળ દ્વારા અમારી ધાર્મિક માન્યતાઓ થોપવા માંગીએ છીએ. આ વૈજ્ઞાનિક રીતે શક્ય નથી.” પેઝેશ્ર્કિયાને કહ્યું હતું કે, “દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે મારી સાથે ધાર્મિક વિદ્વાનો અને મસ્જિદો જવાબદાર છે. કોઈ છોકરીને પકડીને તેની હત્યા કરવાને બદલે, દરેક વ્યક્તિએ આગળ આવવું જોઈએ અને પરિવર્તનની જવાબદારી લેવી જોઈએ.” 2022 માં, તેણે તેની રેલીમાં ઈરાની મહિલા સ્વતંત્રતાના ગીત- ’ઔરત, જિંદગી, આઝાદી’ નો ઉપયોગ કર્યો. આ ગીત ઈરાનમાં મહિલા સ્વતંત્રતા માટે ચલાવવામાં આવતા અભિયાન ’બારા’નું છે. ’બારે’ થી પ્રેરિત થઈને, પેઝેશ્ર્કિયાને તેમના અભિયાનનું નામ ’બારે ઈરાન’ એટલે કે ’ઈરાનના પ્રેમ માટે’ રાખ્યું. આ અભિયાનમાં સાર્વજનિક સ્થળોએ ચુંબન અને નૃત્યની માગ કરવામાં આવી છે. નિષ્ણાતો માને છે કે પેઝેશ્ર્કિયાન ભલે મહિલા સ્વતંત્રતાના સમર્થક હોય, પરંતુ તેઓ સુપ્રીમ લીડર ખામેનીની મંજૂરી વિના કંઈ કરી શકશે નહીં. પેઝેશ્ર્કિયાન પહેલીવાર 2006માં તાબ્રિઝથી સાંસદ બન્યા હતા. તેઓ અમેરિકાને પોતાનો દુશ્ર્મન માને છે. 2011 માં, તેમણે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવા માટે નોંધણી કરાવી હતી.