દેશની આમજનતા સહિત ખુદ વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મંત્રીઓ, મુખ્યમંત્રીઓએ પોતાના નિવાસ સ્થાનેથી તિરંગા સાથે સેલ્ફી અપલોડ કરી
સ્વાતંત્ર્ય દિન પર્વ પર કરોડો લોકોએ પોતાના ઘર પર લહેરાવવામાં આવેલ તિરંગાની સાથે સેલ્ફી લઈને ખુદને દેશભકિતનાં રંગે રંગ્યા હતા. વડાપ્રધાન મોદીનાં આહવાન અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલ હર હર તિરંગા અભિયાનમાં લોકોના ઉત્સાહનો અંદાજ એ બાબતથી લગાવી શકાય છે કે મંગળવારે મોડી રાત સુધી લગભગ 10 કરોડ લોકોએ કેન્દ્રની વેબસાઈટ પર પોતાની સેલ્ફી અપલોડ કરી હતી.
- Advertisement -
આ અભિયાન 13 ઓગસ્ટથી 2023 દરમ્યાન ચાલ્યુ હતું. આ પહેલા આઝાદી અમૃત મહોત્સવના પર્વે વડાપ્રધાન મોદીએ ગત વર્ષે 22 જુલાઈએ પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યુ હતું. જયા આ વર્ષે તેમણે 13 ઓગસ્ટે લોકોને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સોશ્યલ મીડીયા એકાઉન્ટની ડીપી (ડીસ્પ્લે પિકચર)માં તિરંગાની તસ્વીરનો આગ્રહ કર્યો હતો.
તેમણે ખુદે પણ પોતાનાં બધા સોશ્યલ મીડીયા એકાઉન્ટની ડીપીમાં રાષ્ટ્ર ધ્વજની તસ્વીર લગાવી હતી. વડાપ્રધાનનું અનુકરણ કરીને અનેક કેન્દ્રીય મંત્રીઓ મુખ્યમંત્રીઓ સહીત ભાજપનાં નેતાઓએ સોશ્યલ મીડીયા પર પોતાની ડીપીમાં તિરંગાની તસ્વીર લગાવી હતી. બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અભિયાન અંતર્ગત પોતાના દિલ્હી સ્થિત અધિકૃત નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો હતો.
92 વર્ષની વયે પણ ઉત્સાહ: 1962, 1965 અને 1971 ના યુદ્ધનાં અનુભવી 92 વર્ષિય પૂર્વ સૈનિક માનદ લેફટીનન્ટ કરમસિંહે જમ્મુ પાસે પોતાના નિવાસ્થાને તિરંગો લહેરાવ્યો હતો. આ પ્રસંગે તેમનો જોશ જોવાલાયક હતો. તેમનો પુત્ર માનદ કેપ્ટન અવતારસિંહ પણ સેનામાંથી સેવા નિવૃત છે.