ભાજપના ભવ્ય વિજય અંગે આશા વ્યક્ત કરતાં ધનસુખ ભંડેરી
ઉત્તરપ્રદેશમાં જીત નિશ્ચિંત કરવા માટે ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહ્યું છે. વિવિધ રાજ્યોમાંથી પણ ભાજપના કાર્યકર્તાઓ યુપીની ચૂંટણી સંદર્ભી કામગીરી સંભાળી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વડપણ હેઠળ પણ અનેક કાર્યકર્તાઓ ચૂંટણી કાર્ય સંભાળી રહ્યા છે. ત્યારે ભાજપના ડો. ધનસુખ ભંડેરી ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાની 6 વિધાનસભાનું ચૂંટણી કાર્ય સંભાળી રહ્યા છે.
ભાજપાએ બારાબંકી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જંગી જાહેર સભાઓને સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભીટરીયા ( દરિયાભાગ ) ખાતે, ગૃહમંત્રી અમિત શાહે બારાબંકીના (સદર) દેવા શહેરમાં અને મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે કુરશી વિધાનસભાના ફતેપુરમાં જંગી જાહેર સભા યોજાઈ હતી. બારાબંકી વિસ્તારનો ચૂંટણી કાર્ય સંભાળતા ધનસુખ ભંડેરીએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે ઉત્તરપ્રદેશમાં ભાજપનો ભવ્ય વિજય થશે.


