સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે સાધારણ સભા યોજાય હતી જેમાં સત્તા પક્ષે સામાન્ય સભામાં બહુમતીના જોરે શહેરીજનો માટેના અનેક મહત્વના નિર્ણયો પર મહોર મારવામાં આવ્યા હતા.
- Advertisement -
આ સભામાં મનપાના મેયર ધર્મેશ પોશીયા, કમિશનર તેજશ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, ડે.મેયર આકાશ કટારાએ સામાન્ય સભામાં મહાનગરપાલિકાના કાયમી કર્મચારીઓના સરકારીના 10, 20 અને 30 વર્ષ ઉપરના પગાર ધોરણની મોજણી અમલવારી કરવા માટે સ્થાયી સમિતિ દ્વારા ભલામણ કરેલી દરખાસ્ત જનરલ બોર્ડ દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવી. તથા હાઉસ ટેક્સ વણતરની મુદ્દતમાં તારીખ 01/07/2025 થી તારીખ 15/07/2025 સુધીમાં વધારો કરવા બાબતે સ્થાયી સમિતિ દ્વારા ભલામણ કરેલી દરખાસ્તને જનરલ બોર્ડ દ્વારા બહુમતીથી મંજૂર કરવામાં આવી હતી આ ઉપરાંત, પૂરવણી એજન્ડાના 1 થી 17 મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી કરવા માટે કમિશનર તરફથી મોકલવામાં આવેલી દરખાસ્તોને પણ મંજૂરી મળી.
વિપક્ષ સભ્યો દ્વારા મનપાની સામાન્ય સભામાં પડતર પ્રશ્ર્નો અંગે ભારે હંગામો મચાવ્યો હતો જેમાં ઝાંઝરડા અગ્નિકાંડના મૃતકોને સહાય આપવા તેમજ તહેવારો સબબ અનુદાન આપવાની સાથે જોશીપુરા શોપિંગ સેન્ટરનો જે મુદ્દો વર્ષોથી લટકી પડ્યો છે તેનો ઉકેલ લાલાવા સાથે ઝાંઝરડા રોડ પરના વોકળા કાંઠે આવેલ દબાણો દૂર કરવાની કાર્યવાહી નહીં થાય તો 15 દિવસ બાદ કમિશનર ચેમ્બર બહાર ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આમ વિપક્ષે ભારે હોબાળો કરતા સામાન્ય સભા અઢી કલાક સુધી ચાલી હતી.