જર્મન ટેક્નોલોજીથી તૈયાર કર્યો ડોમ, સભામાં 1 લાખ લોકો ઊમટશે
એરપોર્ટથી પોલીસ હેડ ક્વાર્ટર સુધી મોદીનો ભવ્ય રોડ શો, લાઈટ, પંખા, કૂલર, તેમજ બેસવા માટે ખુરશીની બેઠક વ્યવસ્થા અને પીવાના પાણી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી
- Advertisement -
રોડ શોના રૂટને ડામરથીમઢી દેવાયો, ગજૠના કમાન્ડો દ્વારા સુરક્ષાને લઈ ડોગ-સ્ક્વોડ સાથે ચેકિંગ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના મતદારોને રીઝવવા માટે પ્રધાન સેવક રાજકોટ આવી રહ્યા છે. તેને આવકારવા સૌ કોઈ આતુર છે. મનપા, પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક લાખ લોકોને સમાવવા વિશાળ ડોમની સાથે સ્ટેજ ઊભા કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે. સ્થાનિકથી લઈ સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપ નેતાઓ સતત સભાસ્થળની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા છે તેમજ ગજૠના કમાન્ડો દ્વારા સુરક્ષાને લઈ સતત ડોગ-સ્ક્વોડ સાથે ચેકિંગ કરતા નજરે પડી રહ્યા છે. કુલ 37 જેટલી એલ.ઈ.ડી સ્ક્રીન લગાવવામાં આવી છે. સાઉન્ડ સિસ્ટમ, વીજપુરવઠો ન ખોરવાઈ તે માટે જનરેટર, પીવાના પાણીની વ્યવસ્થા, મેડીકલ વ્યવસ્થા, શૌચાલય સહિતની દરેક આનુસંગિક સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સભામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના હોય તેઓને મુશ્કેલી ન થાય તે માટે સેક્ટર વાઈઝ 75 જેટલા લોકોની નિમણૂંક કરવામાં આવી છે. તથા તેઓને તાલીમ પણ આપવામાં આવી છે. રેસકોર્સ રિંગ રોડ ફરતે મોદી મોદીનાં મોટાં મોટાં બેનરો અને લોખંડની ઝાળીને નવા રંગરોગાન થઈ રહ્યા છે. જિલ્લા પંચાયત ચોક કે કિશાનપરા ચોકથી જુઓ તો રેસકોર્સ રિંગ રોડને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતાં અદભુત નજારો જોવા મળી રહ્યો છે. ફરતી બાજુ રસ્તાને ડામરથી મઢવામાં આવી રહ્યા છે.
3 ઓવરબ્રિજના લોકાર્પણ
રાજકોટના પાયાના પ્રશ્ન સમાન ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે અને લોકોને યોગ્ય સુવિધા પૂરી પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળો પર અંડરબ્રિજ અને ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજ, નાના મવા સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ અને વોર્ડ રામદેવપીર ચોકમાં સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. જેનું ઉદ્ધાટન મોદી કરશે
- Advertisement -
– રૈયા સ્માર્ટસિટી એરિયામાં ગરીબો માટે તૈયાર થયેલા 118 કરોડના ખર્ચે 1144 આવાસનું લોકાર્પણ
– ઈશ્વરિયા પાર્ક પાસે 10 એકરમાં બનેલા રીજનલ સાયન્સ મ્યુઝિયમ વડાપ્રધાન ખુલ્લું મૂકશે
– 12 હજાર ચોરસ મીટર જગ્યામાં અને અંદાજિત 23 કરોડના ખર્ચે બનનાર સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત
– ત્રંબા પાસે ગઢકા ગામ નજીક 500 કરોડના ખર્ચે બનનાર અમૂલ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત
– રાજકોટ-જેતપુર વચ્ચે બનનાર 1200 કરોડના સિક્સ લેનનું ખાતમુહૂર્ત કરાશે