કંબોડિયામાં ઓનલાઈન સ્કેમ અને ડિજિટલ અરેસ્ટમાં 105 ભારતીય સહિત 3075ની ધરપકડ કરી
કંબોડિયામાં ઓનલાઈન સ્કેમ અને ડિજિટલ અરેસ્ટ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. ભારતના ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરની અપીલ પર કંબોડિયા સરકારે છેલ્લા 15 દિવસમાં દેશભરમાં દરોડા પાડ્યા હતા. 105 ભારતીય સહિત 3075ની ધરપકડ લોકોની ધરપકડ કરી છે.
- Advertisement -
ભારતીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને ગુપ્ત માહિતી મળી હતી કે, કંબોડિયાથી ડિજિટલ અરેસ્ટનો ખેલ ચાલી રહ્યો છે. ત્યારે કંબોડિયા સરકારે 138 અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ધરપકડ કરાયેલા લોકોમાંથી 606 મહિલાઓ છે.
જેમાં 1,028 ચીની, 693 વિયેતનામી, 366 ઈન્ડોનેશિયન, 101 બાંગ્લાદેશી, 82 થાઈ, 57 કોરિયન, 81 પાકિસ્તાની, 13 નેપાળી અને 4 મલેશિયન નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફિલિપાઇન્સ, નાઇજીરીયા, મ્યાનમાર, રશિયા અને યુગાન્ડા જેવા અન્ય દેશોના લોકોની પણ ધરપકડ કરાઈ છે.
આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, ડ્રગ્સ, હથિયારો, ગોળીઓ, ચીની અને ભારતીય પોલીસના નકલી ગણવેશ, ડ્રગ્સ પ્રોસેસિંગ મશીનો મળી આવ્યા છે. ઘણાં કિસ્સાઓમાં, એક્સ્ટસી પાવડર જેવા ડ્રગ્સ પણ મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ રેકેટમાં ઘણાં વધુ લોકોની ધરપકડ થઈ શકે છે. આરોપીઓના કંબોડિયા ઉપરાંત અન્ય દેશોમાં કનેક્શન હોઈ શકે છે. જેની તપાસ ચાલી રહી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર હવે કંબોડિયામાં ધરપકડ કરાયેલા 105 ભારતીયોને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ગયા મહિને કંબોડિયાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ભારત સરકારે નાગરિકોને કંબોડિયામાં કાર્યરત સાયબર ફ્રોડ રેકેટથી સાવધ રહેવા ચેતવણી આપી છે.
ભારતમાં સાઇબર ફ્રોડ તથા ડિજીટલ એરેસ્ટ મારફત લાખો-કરોડો રૂપિયા પડાવવાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં જ ભારતીયોએ અંદાજીત 23,000 કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. સાઇબર ફ્રોડનો સમગ્ર ખેલ વિદેશના નાના દેશોમાંથી થતો હોવાનું અનેક વખત જાહેર થયું હોવા છતાં કોઇ નકકર પરિણામ આવતું ન હતુ.
ત્યારે કંબોડિયામાં આ પ્રકારે મોટુ રેકેટ ચાલતુ હોવાની બાતમીના આધારે લોકલ સરકારે મોટુ ઓપરેશન કર્યુ હતું અને તેમાં આ ખુલાસો થયો છે. હજુ ડિજીટલ એરેસ્ટના આ રેકેટ ચાલુ રહે છે કે નિયંત્રણ આવે છે તેના પર નજર છે.
કંબોડિયામાં ધરપકડ કરાયેલા ભારતીયોને પરત લવાશે
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર હવે કંબોડિયામાં ધરપકડ કરાયેલા 105 ભારતીયોને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ગયા મહિને કંબોડિયાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ભારત સરકારે નાગરિકોને કંબોડિયામાં કાર્યરત સાયબર ફ્રોડ રેકેટથી સાવધ રહેવા ચેતવણી આપી છે.