ગ્રાઉન્ડ ફ્લોર લિફ્ટથી સાતમી સુધી બ્લેઝ ફેલાય છે; 4 કલાકમાં નિયંત્રિત
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. માર્કેટના ત્રીજા, પાંચમા અને નવમા માળે આગ લાગવાની ઘટના બની છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 22 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. કલાકોના પ્રયાસો બાદ ભારે જહેમતે ફાયરબ્રિગેડના જવાનોએ આગ કાબૂમાં લીધી હતી. હવે કૂલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, બુધવારે (10 ડિસેમ્બર) સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટના ત્રણ માળમાં આગ લાગી હતી. આગની જાણકારી થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ઘટનાસ્થળે 22થી વધુ ફાયરની ગાડીઓ હાજર હતી અને બે કલાકથી વધુના સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
22થી વધુ ફાયરની ગાડીઓ હાજર
- Advertisement -
ફાયર અધિકારી ઇશ્વર પટેલના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ વાયરિંગનો કોઈ પ્રોબ્લેમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ચોક્કસ માહિતી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ થશે. સદ્ભાગ્યે હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
હાલ, પોલીસ વિભાગ દ્વારા સમગ્ર કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. આગની ઘટનાના કારણે આસપાસમાં અફરાતફરીનો માહોલ તેમજ ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા બેરિકેડિંગ લગાવી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ સાથે આસપાસના લોકોને પોલીસ અને ફાયર વિભાગને સહયોગ માટે વિનંતી કરવામાં આવી રહી છે.




