વિદ્યાર્થીનો મૃતદેહ સ્કૂલે લાવવાની શક્યતા, ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ: સેવન્થ ડે સ્કૂલ પર સ્થિતિ કંટ્રોલ બહાર
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદમાં ગઈકાલે(19 ઓગસ્ટ) ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી. ત્યાર બાદ 20 ઓગસ્ટ, 2025ની સવારે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. જેને પગલે બાળકના પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર માર્યો અને તોડફોડ કરી હતી. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.
- Advertisement -
સવારે 11 વાગ્યા સુધીમાં સ્કૂલમાં 2000 જેટલા લોકો એકઠા થઈ ગયા અને જે સામે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી. બાદમાં એક સ્ટાફની બોચી પકડી ઉપરના માળે લઇ ગયા. સ્કૂલ બિલ્ડિંગના દરવાજા તોડ્યા, કાચ ફોડ્યા, મિલકતને નુકસાન કર્યું. સ્થિતિ વણસતા પોલીસ પહોંચી હતી. પરંતુ પોલીસ પણ ટોળા પર કાબૂ કરી શકી નહોતી. સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસ જ્યારે સ્ટાફને બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું માર મારતું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઉંચી કરી નાંખી.
બાદમાં આક્રોશિત ટોળાએ સ્કૂલ બહાર રોડ પર બેસી ચક્કાજામ કર્યો. સ્કૂલ બહાર 2 હજાર કરતા વધારે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. ભારેલા અગ્નિ જેવી આ સ્થિતિને પગલે મણિનગરના ધારાસભ્ય, ડીસીપી બળદેવ દેસાઈ અને અઈઙ સ્કૂલે પહોંચ્યા હતા. સાથે જ બજરંગ દળ, ટઇંઙ, અઇટઙના કાર્યકર્તાઓ કેસરી ખેસ પહેરી જય શ્રીરામના નારા લગાવી સ્કૂલે પહોંચ્યા હતા.
મૃતક વિદ્યાર્થીની અંતિમયાત્રા ઘરેથી નીકળી ગઈ છે. અંતિમયાત્રા સેવન્થ ડે સ્કૂલ પર થઈને નીકળશે ત્યારે સ્કૂલ પર પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હોવાથી ક્રાઇમ બ્રાન્ચ પણ એલર્ટ છે. આ સાથે હવે સમગ્ર કેસની તપાસ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે.
સ્કૂલમાં ઘાયલ છોકરાએ 30 મિનિટ સુધી તરફડિયા માર્યા, હાજર સિક્યોરિટી ગાર્ડ અને ટીચર્સ મદદે ન આવ્યા
સ્ટુડન્ટના પેટમાં છરી નહીં ફિઝિક્સનું સાધન ભોંકી દીધું હોવાનો ખુલાસો
- Advertisement -
અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના સ્ટુડન્ટની ઘાતકી હત્યાથી ચકચાર મચી ગઈ છે. ગઈકાલે( 19 ઓગસ્ટે) ધોરણ-8ના સ્ટુડન્ટે બધાની વચ્ચે હથિયાર હુલાવી ઘટનાને અંજામ આપ્યો હતો. ઘોડાસરમાં રહેતા ઘાયલ સ્ટુડન્ટે આજે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. ઘટના બાદ મૃતકના પરિવારજનોએ સ્કૂલમાં તોડફોડ કરી સ્ટાફને માર માર્યો હતો. આ ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે. મીડિયાને આ ઘટનાને નજર જોનારા આ જ સ્કૂલના સ્ટુડન્ટ સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે હુમલો કરનાર સ્ટુડન્ટે છરી નહીં પણ ફિઝિક્સના સાધનથી હુમલો કર્યો હતો. ઉપરાંત તેણે સ્કૂલની પોલ ખોલતા જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી ટીચર્ચ હાજર હતા છતાં કોઈએ મદદ કરી નહોતી. એટલું જ નહીં સ્કૂલની ઓફિસ પાસે સ્ટુડન્ટે 30 મિનિટ સુધી લોહીલુહાણ હાલતમાં તરફડિયા માર્યા હતા.