ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સાયલા ચોટીલા હાઇવે પર આવેલી સદભાવના કંપનીમાં ગઈ કાલે બપોરના સમયે અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. કંપનીમાં પડેલા પેપર રોલ, પૂઠાં, ડામર, ડીઝલ અને ઇલેક્ટિક સમાન સહિતની જ્વલનશીલ ચીજ વસ્તુઓના લીધે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના બનાવને લઈને સુરેન્દ્રનગર અને ચોટીલા ફાયર ટીમને બોલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જેમાં આશરે ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ પણે કાબુ મેળવી લેવાયો હતો. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ લાખો રૂપિયાનો માલ સમાન બળીને ખાક થયો હતો જ્યારે આ તરફ વીજ વાયર પાડવાના લીધે થયેલ શર્ટ સર્કિટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું.
સાયલા ખાતે સદ્દભાવના ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ: સદનસીબે જાનહાનિ ટળી



