ભારતના પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવ સહિત 190 દેશના ડેલિગેટ્સ હાજર હતા: તમામનો આબાદ બચાવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુરુવારે બ્રાઝિલના બેલેમ શહેરમાં ઞગ ઈઘઙ30 ક્લાઇમેટ સમિટના મુખ્ય સ્થળે આગ લાગી હતી, જેમાં 13 લોકોને ઇજા થઈ હતી. આગ લાગી ત્યારે ભારતના પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ ભારતીય પ્રતિનિધિમંડળ સાથે હાજર હતા, જોકે તેઓ અને અન્ય અધિકારીઓ સુરક્ષિત રીતે ઘટનાસ્થળેથી નીકળી ગયા.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ, સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગ્યે) ક્ધવેન્શન હોલની અંદરના પેવેલિયનમાં આગ લાગી હતી. આ કાર્યક્રમ સમયે 190થી વધુ દેશોના 50,000થી વધુ ડિપ્લોમેટ, પત્રકારો અને એક્ટિવિસ્ટ પેવેલિયનમાં ભેગા થયા હતા.
ભારતીય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘટના સમયે બ્લૂ ઝોનમાં ભારતીય પ્રતિનિધિમંડળ સાથે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ અને ભારતના પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર હતા. આગની જાણ થતાં જ બધાને સ્થળ પરથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
- Advertisement -
આગના કારણે હજારો લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળના વીડિયો અને ફોટામાં લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળ્યા હતા. એ જ સમયે મંડપમાંથી જ્વાળાઓ અને કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો. આ ધુમાડો ઘણા કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતો હતો.
ઘટનાસ્થળે ડઝનબંધ એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન દોડી ગયાં હતાં. બાદમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, એમ કાર્યક્રમના આયોજકો, ઞગ ઈઘઙ30 પ્રેસિડેન્સી અને ઞગઋઈઈઈ એ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. આગ લાગ્યાના થોડીવાર પછી આ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો, જેના કારણે સ્થળની બહાર આવેલા હજારો લોકો વરસાદમાં પલળી ગયા હતા.
યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક ક્ધવેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (ઞગઋઈઈઈ)ની વાર્ષિક ઈઘઙ30 ક્લાઈમેટ સમિટ 10થી 21 નવેમ્બર સુધી ચાલશે, જેમાં 190થી વધુ દેશોના હજારો લોકો ભાગ લેવા પહોંચ્યા છે. તેમના નિવેદનમાં આયોજકોએ મહેમાનોને કાર્યક્રમ સંબંધિત માહિતી માટે આગામી સૂચના સુધી રાહ જોવા જણાવ્યું છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે પ્રવેશ બંધ કરી દીધો હતો અને વિસ્તારને ઘેરી લીધો હતો. આગની માહિતી મળતાં જ ડઝનબંધ એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન તાત્કાલિક પહોંચી ગયાં હતાં અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
કાર્યક્રમના આયોજકો, ઞગ ઈઘઙ30 પ્રેસિડેન્સી અને ઞગઋઈઈઈએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે લગભગ 6 મિનિટમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક ક્ધવેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (ઞગઋઈઈઈ)ની વાર્ષિક ઈઘઙ30 ક્લાઈમેટ સમિટ 10 થી 21 નવેમ્બર દરમિયાન યોજાઈ રહી છે.



