ચીનના હેનાન પ્રાંતના આન્યાંગ શહેરમાં એક કારખઆનામાં ભીષણ આગ લાગવાથી 36 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, 2 બીજા લોકો ઇજાગ્રસ્ત થયા છે, અને અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.
સેન્ટ્રલ ચીનના હેનાન પ્રાંતમાં એક કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જે દુર્ઘટનામાં 36 લોકોની દર્દનાક મૃત્યુ થઇ ગઇ છે. કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે, બીજા કેટલાક લોકોની હજુ શોધખોળ ચાલુ છે. આ ઘટના આન્યાંગ શહેરના હાઇ-ટેક જોનના કારખાનામાં બની. આ ઘટનાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. લગભગ 200થી વધારે બચાવ દળના અધિકારીઓ અને 60 ફાયર સ્ટેશન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના બન્યા પછી કેટલાય સમય સુધી ભાગ-દોડ મચેલી હતી.
- Advertisement -
આન્યાંગ શહેરના હાઇ-ટેક જોનમાં આગ લાગી
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આગ વેનફેંગ જિલ્લાના કૈક્સિંડા ટ્રેડિંગ કંપની લિમિટેડ, જોકિ આન્યાંગ શહેર હાઇ-ટેક જોન છે. આગ એટલી ભયાનક હતી કે તેના પર કાબુ મેળવવામાં કેટલોય ટાઇમ લાગી ગયો. આ ઘટનામાં 36થી વધુ લોકોની મૃત્યુ થઇ ગઇ. જયારે બે લોકો ઇજાગ્રસ્ત થયા, અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.
63 ફાય બ્રિગેડની ગાડીએ આગ પર કાબુ મેળવ્યો
આગ લાગવાની સુચના મળતા જ ફાયર બ્રિગેડની 63 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. સ્થાનીક સમયાનુસાર રાત્રે 8 વાગ્યા સુધી આગ પર કાબુ મેળવી લીધો હતો. આ દુર્ઘટનામાં 36 લોકોની મૃત્યુ થઇ અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
- Advertisement -