એમપીના જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ થતાં 2થી વધુ લોકોના મોત થયાં હતા તથા ઘણા ગંભીર રીતે ઘાયલ થયાં હતા.
વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી
- Advertisement -
વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતા જ ઓર્ડનન્સ ફેક્ટરીના અધિકારી ઘટનાસ્થળે દોડી ગયા હતા. દરમિયાન પોલીસ અને જિલ્લા પ્રશાસનને પણ જાણ કરવામાં આવી હતી. અધિકારીઓએ તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને હોસ્પિટલને જાણ કરી. ઘાયલ મજૂરો હોસ્પિટલ પહોંચતા જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક બર્ન યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનેક ડોક્ટરોની ટીમ હોસ્પિટલમાં ઘાયલ મજૂરોની સારવાર કરી રહી છે.