યુપીના મેરઠમાં આજે સવારે સાબુ બનાવવાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સંગ્ર બિલ્ડિંગ કાટમાળમાં ફએરવાઇ ગઇ હતી. આ દરમ્યાન ફેક્ટરીમાં કામ કરી રહેલા મજૂરો કાટમાળમાં દબાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોની મૃત્યુ થઇ હતી. જયારે કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પોલીસ ફોર્સ અને રેસ્કયૂ ટીમ હાજર છે.
જણાવી દઇએ કે, સમગ્ર ઘટનામાં મેરઠના લોહિયાનગર વિસ્તારની છે. જ્યાં રહેવાસી વિસ્તરમાં સાબુની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. આજે સવારે આ જ બિલ્ડિંગમાં ચાલી રહેલી સાબુની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો. જેના કારણે સમગ્ર બિલ્ડિંગ પડી ગઇ. આ દુર્ઘટના પછી વિસ્તારમાં દોડધામ મચી ગઇ. વિસ્ફોટ પછી આસપાસના ઘરોને રણ નુકસાન પહોંચ્યું હતું.
- Advertisement -
બ્લિડિંગના પડતા જ ભાગ-દોડ મચી ગઇ. ફેક્ટરીમાં કામ કરી રહેલા મજૂરો કાટમાળમાં દબાઇ ગયા. સૂચના મળતા પોલીસની ટીમ તુરંતજ ઘટનાસ્થળે પહોંચી ગઇ. રેસ્કયૂ ઓપરેશન ચાલુ થઇ ગયું. કાટમાળમાંથી લગભગ ડઝનેક લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જેમાંથી 4 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. જયારે કેટલાય લોકોની હાલત ગંભીર છે. હાલમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
#WATCH | Uttar Pradesh: 5 injured after an explosion took place at a house in Meerut's Lohia Nagar. pic.twitter.com/97VgvY2Aux
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 17, 2023
- Advertisement -
અધિકારીઓની જણાવ્યા મુજબ, પ્રારંભિક તપાસમાં બિલ્ડિંગમાં સાબુ બનાવવાની મશીન અને સાબુનો સ્ટોક વગેરેનો સ્ટોક હોવાની વાત સામે આવી છે. પરંતુ સ્થાનીક લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે સાબુની ફેક્ટરીમાં સાબુની જગ્યાએ ફટાકડા બનાવવાનું ગેરકાયદેસર કામ ચાલી રહ્યું છે. હાલમાં, જિલ્લાના મોટા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સમગ્ર તપાસ પછી વિસ્ફોટનું સાચું કારણ સામે આવશે. ડીએમએ ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરી હોવાની વાત નકારી છે.