પરિવાર મૂળ અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાનો વતની : બનાવ પાછળ ગૃહકલેશ હોવાનું પ્રાથમિક તારણ
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
વર્તમાન સમયમાં છાશવારે સામુહિક આપઘાત બનાવો જાહેર થતા હોય છે તેવા સમયે સુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. જેમાં યુવાને પત્ની, પુત્રને મોતને ઘાટ ઉતાર્યા છે.સુરતના સરથાણ વિસ્તારમાં સુર્યા ટાવર સોસાયટીમાં સ્મિત જીવાણીએ તેમના માતા-પિતા, પત્ની, બાળકને ચપ્પુના ઘા ઝીંકી દેતા તમામને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ હુમલામાં પત્ની, બાળકનું મોત થયું હતું. આ પરિવાર મુળ અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાનો વતની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. પરિવારમાં અંદરોઅંદરના મનદુ:ખના કારણે ઝઘડાના લીધે સ્મિત જીવાણી નામના યુવાને તેમના જ પરિવાર પરનાં સભ્યો પર ચપ્પુથી સામુહિક હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.