CP-DCPએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી
આજે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. 21 ઓક્ટોબર 1959ના રોજ લદ્દાખના હોટ સ્પ્રિંગ ખાતે સી.આર.પી.એફ. ના જવાનોની ચોકી ઉપર ચીન દ્વારા મોટી સંખ્યામાં ઘાત લગાવી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બહાદુરી પુર્વક લડતા 10 સી.આર.પી.એફ. જવાનો શહીદ થયા હતા. જેઓની યાદમાં બહાદુરીને યાદ કરી ભારતમાં 21 ઓક્ટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવણી થાય છે.
- Advertisement -
ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, સુધીરકુમાર દેસાઈ, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિતના અધિકારીઓએ શહીદ સ્મારક ખાતે સલામી પરેડથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.