અમેરિકી સ્પેસ એજન્સી નાસાનું રોવર પર્સિવિયરન્સ રાતા ગ્રહ તરીકે ઓળખાતા મંગળ પર ઉતરી ચૂક્યુ છે અને કેટલીક મનમોહક તસવીરો ઝડપીને નાસાને મોકલી આપી છે.
- પર્સિવિયરન્સે મંગળની કેટલીક રંગીન તસવીરો નાસાને મોકલી
- એક તસવીર મંગળના ઉપગ્રહની છે
- અવકાશયાને મંગળની ચટ્ટાનોની પણ તસવીર મોકલી
પર્સિવિયરન્સે મંગળની કેટલીક રંગીન તસવીરો અમેરિકી અવકાશ એજન્સી નાસાને મોકલી છે. નાસાએ આ તસવીરોને તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી છે.
- Advertisement -
પર્સિવિયરન્સના હાઈ ડેફિનેશન કેમેરા દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં એક તસવીર મંગળના ઉપગ્રહ છે જેમાં રોવર નીચે ઉતર્યા બાદ પેરાશૂટમાં દેખાઈ રહ્યું છે.
પર્સિવિયરન્સના એન્જિનિયર એમડ સ્ટેલ્ટઝનરે સપાટીથી ફક્ત બે મીટરના અંતરેથી આ શોટ લીધો હતો. તેમણે કહ્યું કે તમે રોવરના એન્જિનમાંથી ઉડતી ધૂળ જોઈ શકો છો. નીચેની તરફ રોબોટની જોઈ શકનાર વ્યુ અવકાશની ખોજના ઈતિહાસની નોંધપાત્ર તસવીર બની જશે.
પર્સિવિયરન્સના કેમેરાએ રંગીન તસવીર પણ ઝડપી છે જેમા મંગળની સપાટી જોઈ શકાય છે. પર્સિવિયરન્સમાં 23 કેમેરા અને 2 માઈક્રોફોન લાગેલા છે. ત્રીજી એક રંગીન તસવીરમાં રોવરના છ પૈડા દેખાઈ રહ્યાં છે અને ઘણી મોટી ચટ્ટાનો પણ જોઈ શકાય છે જે 3.6 અબજ વર્ષ કરતા પણ જુની છે.
- Advertisement -
નાસાના એન્જિનિયરે કહ્યું કે પર્સિવિયરન્સ એકદમ સારી હાલતમાં છે અને તે તેનું કામ સારી રીતે કરી રહ્યું છે. નાસાના ડેપ્યુટી પ્રોજેક્ટ વૈજ્ઞાનિક કેટી સ્ટૈકે મોર્ગને જણાવ્યું કે અમે પર્સિવિયરન્સને એક સવાલ પૂછવાના છીએ કે તસવીરમાં દેખાઈ રહેલી ચટ્ટાન જ્વાળામુખીની કે નહીં.
આવતા અઠવાડિયે બીજી પણ તસવીરો આવશે
આવતા અઠવાડિયે પર્સિવિયરન્સ તેનું નેવિગેશન બહાર પાડશે અને તેના દ્વારા બીજી કેટલીક તસવીરો ઝડપશે. મંગળ ગ્રહ પર રોવરના સફળતાપૂર્વક ઉતરાણ બાદ તેના કેમેરા દ્વારા લેવામાં આવેલી 3 તસીવરોને નાસા દ્વારા જારી કરાઈ હતી.