પ્રથમ વર્ષથી જ કુલ 1,94,450થી વધુ લોકોની સારવાર કરાઇ : પરિક્ષણો તથા સારવારના ચાર્જીસમાં 40% જેટલા રાહત દરે થતી હોવાનો હોસ્પિટલ તંત્રનો પ્રબળ દાવો
ખાસ-ખબર સંવાદદાતા
આજથી એક વર્ષ પહેલાં એટલે કે તા: 21/01/2021ના રોજ શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મંગળાબેન ડાયાભાઇ કોટેચા હોસ્પિટલનુ સૌરાષ્ટ્ર અને કચ્છની ધર્મપ્રેમી જનતાને સેવાકાજે થયેલું લોકાર્પણ સમસ્ત ટ્રસ્ટીશ્રીઓએ સંપાદન કરેલો લોકોનો વિશ્વાસ દાન પેટીમાં રૂ. 1ના સીક્કાથી માંડીને કરોડો રૂપિયાનુ દાન આપનાર ઉદારદિલ દાતાશ્રીઓ તરફથી મળેલો આર્થિક સહયોગ લોકો તરફથી મળેલો પ્રેમરૂપી પ્રચંડ પ્રતિસાદ તબીબો કર્મચારીશ્રીઓ તથા નિ:સ્વાર્થ સેવાભાવી કાર્યકરોની ઉમદા સેવાકીય ભાવનાના સમન્વય સાથે હોસ્પિટલનો આગામી તારીખ 21 જાન્યુઆરીના રોજ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે
તા: 12/04/2021 થી 31/05/2021 દરમ્યાન કોવીડ-19 ના કુલ 158 દર્દીઓની ડો. ગૌરાંગ પટેલ (એમ.ડી.મેડીસીન) અને તેમની ટીમની દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવી આ 158 પૈકી 6 દર્દીઓનો સીટી સ્કેન (એચ.આર.સી.ટી.) સ્કોર 24/25 જેટલો હતો જે તબીબી દૃષ્ટિએ અતિ સંવેદનશીલ મામલો કહી શકાય તેમજ અત્યંત ગંભીર પ્રકારના પક્ષઘાતના હુમલાનો સામનો કરતા એક યુવાન સહિત કુલ 7 દર્દીઓને હોસ્પિટલની શ્રેષ્ઠ સારવાર અને દેવાધિદેવ મહાદેવના આશિર્વાદ થકી આ દર્દીઓને નવજીવન પ્રાપ્ત થયું જેનો આનંદ સ્વયં દર્દીઓને તેના પરીવારજનોને તથા તેમના મિત્ર મંડળને હોય તે સ્વાભાવિક છે એટલે જ તેમના દ્રારા હોસ્પિટલના સંચાલકો તબીબો તબીબી કર્મચારીઓ તેમજ નિ:સ્વાર્થ સેવાભાવી કાર્યકરોનુ ભાવુક હ્રદય સાથે સન્માન કરીને આશિર્વાદની વષો કરવામાં આવી. સાથોસાથ કોવીડ-19ના જે દર્દીઓ તેમના જ ઘરે રહીને ઓક્સિજન લેવલ પ્રાપ્ત કરવા માટે સારવાર લઈ રહ્યા હતા તેવા દર્દીઓના પરીવારજનોની માંગણી મુજબ 542થી વધુ ઑક્સિજન સીલીન્ડરોની વ્યવસ્થા હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા કરીને તબીબી સેવા સાથે માનવતાનુ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ હતું.
- Advertisement -
સેવાકીય દ્રષ્ટિએ હોસ્પિટલ ટ્રસ્ટની વિશેષ અને પ્રેરણાદાયક સેવા ઉડીને આંખે વળગે તેવી રહી હતી કોરોનાની સારવાર મેળવી ચૂકેલા તમામ 158 દર્દીઓને સવારે ચા કોફી નાસ્તો 10/30 કલાકે અલગ અલગ પ્રકારના જ્યુસ 12/30 કલાકે બપોરનુ ભોજન 4/30 કલાકે હળદરવાળું દૂધ અને સાંજે 7 વાગ્યે ફ્રુટ સાથે સાંજનુ વાળુ નિયમિત રીતે હોસ્પિટલ ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે આપવામાં આવતું હતું આ ઉમદા પ્રકારની સેવાકીય ભાવનાની ચોતરફ પ્રશંસા થઈ હતી
માત્ર ને માત્ર દ્રરીદ્રનારાયણની તબીબી સેવા કાજે હોસ્પિટલ ટ્રસ્ટની સ્થાપના સ્વ. પ્રધુમ્નભાઈ માંકડ, સ્વ.તનસુખભાઈ ઓઝા, સ્વ.વિનોદભાઈ પંડ્યા, ડો.લક્ષમણભાઇ ચાવડા તથા ડો. લલિતભાઈ ત્રિવેદી દ્વારા આજથી 19 વર્ષ પહેલાં એટલે કે તારીખ 02/03/2003ના રોજ કરવામાં આવી આજ પાવન દિવસથી પર્યંત આજ સુધી તાવ શરદી, ઉધરસ, મલેરીયા ડેન્ગયુ, ટાઇફોઇડ જેવા રોગોની તપાસણી ચાર્જ માત્ર 10 રૂ. રાખવામાં આવેલ છે અને ટ્રસ્ટ તરફથી દર્દીઓને ત્રણ દિવસની દવા નિ:શુલ્ક આપવામાં આવે છે આમ આ રીતે હોસ્પિટલ તંત્ર સેવાકીય પ્રવૃત્તિની ભાવના કે સદભાવના દાખવવામાં સફળ રહ્યું છે, તા.21-01-2022 ના રોજ થતા બીજા વર્ષના મંગલ પ્રવેશ ના પાવન દિવસે ડાયાલીસીસ વિભાગ નો શુભારંભ થઇ રહેલ છે , આ વિભાગ ની તમામ જરૂરી મશીનરી મુંબઈ સ્થિત શ્રીમાલતીબેન ગીરીશભાઈ ગાંધી (હસ્તે :- ચૈતાલીબેન શુક્લા), ડો.ચમનભાઈ જે. દેસાઈ , જશવંતીબેન દેસાઈ ફાઉન્ડેશન, શ્રી ચંદ્રવદનભાઈ દેસાઈ, તેમજ જયાબેન નવનીતરાય પરીખ , તથા સંધ્યાબેન પરીખ તરફથી શ્રી પંચનાથ હોસ્પિટલને અનુદાનમાં આપેલ છે, વર્તમાન સમયના હાયપર ટેન્શનના યુગમાં મોટા પ્રમાણમાં માનવી હતાશા અને નિરાશામાં ગરક થતો જાય છે અને ખાસ કરીને યુવાધન વધુ ને વધુ શિકાર બને છે આવા સમયમાં દરેક વ્યક્તિએ સમયાન્તરે પોતાના શરીરની તબીબી પરિસ્થિતિ જાણવા માટે હોલબોડી ચેક અપ કરાવવું જરૂરીયાત બની ગયું છે અને સમજદાર વર્ગ સમયાન્તરે હોલ બોડી ચેકઅપ કરાવીને તબીબોના માર્ગદર્શન મુજબ સારવાર પણ કરાવે છે.
પંચનાથ હોસ્પિટલમાં સરકારી પ્રેસ રાજકોટ, સરોવર પોર્ટિકો હોટલ રાજકોટ, નાગરિક સહકારી બેંક, સૌરાષ્ટ્ર પેપર બોર્ડ, માર્ક બેરીગ (શાપર વેરાવળ), હાથી મસાલા ફેક્ટરીના કર્મચારીશ્રીઓના હોલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું છેલ્લા એક વર્ષમાં 3510લોકોએ સંતોષના ઓડકાર સાથે હોલ બોડી ચેકઅપ કરાવીને જરૂરી સારવાર પ્રાપ્ત કરેલ હતી સૌને પરવડે તેવા ચાર્જમાં જેમાં રૂ. 850/-, 1150/-, 2150/-, 3500/-, 4250/- જેવા અલગ અલગ પાંચ પ્રકારના પેકેજ રાખવામાં આવેલ છે, વ્યક્તિએ પોતે સ્વયં પસંદ કરેલા અથવા તો તબીબે સૂચવેલા પેકેજ મુજબ પરિક્ષણો કરવામાં આવે છે,
સાથોસાથ સરકારી અર્ધ સરકારી કચેરીઓ બેન્કો વીમા કંપનીઓ નાના મોટા ઔદ્યોગિક એકમો શૈક્ષણિક સંસ્થા જેવી કે સ્વ નિર્ભર શાળાઓ , સામાજીક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો સાથે તેના સભ્યો કર્મચારીશ્રીઓ અથવા તો જ્ઞાતિજનો માટે રાહત દરે પરિક્ષણો અથવા તો સારવાર મળી શકે તે માટે હોસ્પિટલ ટ્રસ્ટ સાથે સમજૂતી કરવામાં આવી છે આમાં ગુજરાત રાજ્ય સરકાર સંચાલિત ગુંદાવાડી હોસ્પિટલ રાજકોટ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, રાજકોટ નાગરિક સહકારી બેંક લી, શ્રી પરજીયા સોની જ્ઞાતિ મહામંડળ (રાજકોટ), તથા મોઢ વણિક સમાજના હોદ્દેદારો સાથે હોસ્પિટલના સંચાલકોએ એમ.ઓ.યુ. કરેલ છે
- Advertisement -
રાજકોટ નાગરિક સહકારી બેંક લી સાથે થયેલી સમજૂતી મુજબ તેમના સભાસદોને તથા તમામ કર્મચારીશ્રીઓને થયેલ પરિક્ષણ ચાર્જના 50% અથવા તો નાણાકીય વર્ષ (એપ્રિલ થી માર્ચ) દરમ્યાન વધુમાં વધુ રૂ 1000/- (અંકે રૂપિયા એક હજાર)ની રાહત આપવામાં આવે છેઆ યોજનાનો છેલ્લા એક વર્ષ દરમ્યાન 3984 સભાસદો તથા તેમના કર્મચારીશ્રીઓ લાભ મેળવી ચૂક્યા છે
તારીખ 21/01/2021 થી પર્યંત આજ સુધી કુલ 1390 દર્દીઓ દાખલ થયા હતા તેમાં કોવીડ 19ના 158 દર્દીઓનો સમાવેશ થયેલ છે આ દાખલ થયેલા દર્દીઓમાંથી કુલ 687 થી વધુ દર્દીઓના દર્દ મુજબ ઓપરેશન કરવામાં આવ્યા હતાં તેમાં આંખના મોતિયાના 354 જનરલ સર્જરી જેવી કે હરસ મસા ફીશર ભગંદર ગાંઠ પિત્તાશયની પથરી જેવા 171 ઓર્થોપેડીક વિભાગ દ્વારા હાડકાંની સર્જરી પ્લેટ નાખવી ગોઠણની ઢાંકણી બદલાવવી ગોળો નાખવા જેવા 78 કાન નાક ગળાને લગતા 12 સર્જરી 14 જેટલી ગાયનેક સર્જરીઓ તથા અન્ય 68 મળીને કુલ 687 સફળ સર્જરીઓ કરવામાં આવી હતી
આજ વર્ષમાં લોકોને રાહત દરે પેટ તથા આંતરડાના રોગ ના પરીક્ષણ માટે એન્ડોસકોપી વિભાગ શરુ કરવામાં આવ્યો, અત્યાર સુધીમાં કુલ 112 જેટલી એન્ડોસ્કોપી તથા કોલોનોસ્કોપી કરવામાં આવી, એન્ડોસકોપીનો રૂ.2400/- તથા કોલોનોસ્કોપી નો ચાર્જ રૂ.4500/- જેટલો સૌને પરવડે તેટલો રાખવામાં આવેલ છે. આજ અરસામાં વર્તમાન સમયનો અતિ અગત્યનો ફિઝિયોથેરાપી નો વિભાગ શરુ કરવામાં આવ્યો. તેમાં અત્યાર સુધીમાં 4120 લોકોએ તબીબી સલાહ મુજબ કસરત દ્વારા સારવાર મેળવેલ છે. હોસ્પિટલના પાંચમા માળે સર્જરી માટે 400 થી 450 વધારે સ્ક્વેર ફૂટ ધરાવતા 3 અત્યંત આધુનિક બેક્ટેરિયા રહીત ઓપરેશન થિયેટર આવેલ છે ત્રણેય ઓપરેશન થિયેટરમાં એ એચ યુ સુવિધા હોવાથી હેપા ફિલ્ટર દ્રારા ઓપરેશન થિયેટરોને વાઇરસ મુક્ત રાખી શકે છે ઓપરેશન થિયેટરોની દિવાલો સિલ્વર આઇ એન સી સી કોટેડ હોવાથી 25 વર્ષ સુધી કોઈપણ પ્રકારના વાઇરસ ઉત્પન્ન થતા નથી ઓપરેશન થિયેટરોમા રાખવામાં આવેલ તમામ ટેબલો તમામ પ્રકારની સર્જરીઓ કરી શકે છે તેમજ 340 કિલો સુધીના દર્દીઓનુ વજન ગહન કરી શકે છેતદુપરાંત બધાજ બેડમાં 24 કલાક ઓક્સિઝન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે .
આ માટે અમેરિકાના બે એડવાન્સ ઓક્સિઝન પ્લાન્ટ નાખવામાં આવેલ છે, આંખ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં 9360 દર્દીઓને તપાસવામા આવ્યા હતા તેમાંથી 354થી વધુ દર્દીઓના સફળ પૂર્વક મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં વિદેશની વિખ્યાત કંપનીના સારામાં સારી ગુણવત્તા ધરાવતા ફોલ્ડેબલ લેન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ વિભાગમાં આંખના નંબર પ્રેસર પડદા જામર મોતિયા તથા વેલની તપાસ માત્ર રૂ 50/- મા અનુભવી અને નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવે છે દર્દીઓની પસંદગી અનુસાર મોતિયાના ઓપરેશનમાં 4100 અથવા 6000 રૂપિયામા ભારતીય અને 9500 અથવા 13000 રૂપીયામા વિદેશી કંપનીના ફોલ્ડેબલ લેન્સ લગાવી આપવામાં આવે છે સૌથી વધુ અગત્યની સેવાકીય પ્રવૃત્તિની વાત એ છે કે થોડાક સમય પહેલા ગરીબ અને જરૂરતમંદ લોકોને નિ:શુલ્ક મોતિયાના ઓપરેશન કરાવી આપવા માટે હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા અખબારી અપીલ કરેલ હતી જેનો સ્વીકાર કરીને ઘણા બધા દાતાશ્રીઓએ 2 કે તેથી વધુ સંખ્યામાં અનેક લોકોના નિ:શુલ્ક ઓપરેશન કરાવી આપેલ છે સામાન્ય રીતે દાતાશ્રીઓ પોતાનો કે પોતાના પરિવારના સભ્યોના જન્મદિવસ લગ્નતિથિ કે પરિવારના સભ્યોની પૂણ્યતિથિ જેવા યાદગાર દિવસોમા ગરીબ અને જરૂરતમંદ લોકોને નિ:શુલ્ક આંખના ઓપરેશન કરાવી આપીને ગરીબ તથા જરૂરતમંદ લોકોના તથા દેવાધિદેવ મહાદેવના આશિર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે
સૌરાષ્ટ્ર અને કચ્છની ધર્મપ્રેમી જનતાને સેવાકાજે સુવિધા સભર ભવનમા અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી નવનિર્મિત હોસ્પિટલ અર્પણ કરનાર શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગ માંકડ, માનદમંત્રી મયૂરભાઇ શાહ, કોષાધ્યક્ષ ડી વી મહેતા, ટ્રસ્ટીઓ ડો રવીરાજ ગુજરાતી, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, અનિલભાઈ દેસાઈ, સંદિપભાઇ ડોડીયા, જૈમિનભાઇ જોશી, નીરજભાઈ પાઠક નારણભાઈ લાલકીયા મિતેષભાઇ વ્યાસ નિતિનભાઈ મણીયાર મનુભાઇ પટેલ જેવા સામાજીક આગેવાનો દ્વારા સમગ્ર જનતાને પ્રવર્તમાન કોરોનાની ત્રીજી લહેરમાં ઘરે રહો સલામત રહોની અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે પંકજ ચગ (મો નં 98795 70878) શ્રી રમીઝભાઈ જીવાણી (મો.નં. 90339 49483) અથવા તો ધૃતિબેન ધડૂકનો હોસ્પિટલ પરજ સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવેલ છે.
નાનાં માણસોની મોટી સેવા પંચનાથ હોસ્પિટલ
ગરીબ-મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન બની હોસ્પિટલ
ટ્રસ્ટ પરિવાર સિવાય 100 લોકોનો સ્ટાફ સતત ખડેપગે
પંચનાથ હોસ્પિટલમાં સરકારી પ્રેસ રાજકોટ, સરોવર પોર્ટિકો હોટલ રાજકોટ, નાગરિક સહકારી બેંક, સૌરાષ્ટ્ર પેપર બોર્ડ, માર્ક બેરીગ (શાપર વેરાવળ), હાથી મસાલા ફેક્ટરીના કર્મચારીશ્રીઓના હોલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું છેલ્લા એક વર્ષમાં 3510લોકોએ સંતોષના ઓડકાર સાથે હોલ બોડી ચેકઅપ કરાવીને જરૂરી સારવાર પ્રાપ્ત કરેલ હતી સૌને પરવડે તેવા ચાર્જમાં જેમાં રૂ. 850/-, 1150/-, 2150/-, 3500/-, 4250/- જેવા અલગ અલગ પાંચ પ્રકારના પેકેજ રાખવામાં આવેલ છે, વ્યક્તિએ પોતે સ્વયં પસંદ કરેલા અથવા તો તબીબે સૂચવેલા પેકેજ મુજબ પરિક્ષણો કરવામાં આવે છે, સાથોસાથ સરકારી અર્ધ સરકારી કચેરીઓ બેન્કો વીમા કંપનીઓ નાના મોટા ઔદ્યોગિક એકમો શૈક્ષણિક સંસ્થા જેવી કે સ્વ નિર્ભર શાળાઓ , સામાજીક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો સાથે તેના સભ્યો કર્મચારીશ્રીઓ અથવા તો જ્ઞાતિજનો માટે રાહત દરે પરિક્ષણો અથવા તો સારવાર મળી શકે તે માટે હોસ્પિટલ ટ્રસ્ટ સાથે સમજૂતી કરવામાં આવી છે. આમાં ગુજરાત રાજ્ય સરકાર સંચાલિત ગુંદાવાડી હોસ્પિટલ રાજકોટ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, રાજકોટ નાગરિક સહકારી બેંક લી, શ્રી પરજીયા સોની જ્ઞાતિ મહામંડળ (રાજકોટ), તથા મોઢ વણિક સમાજના હોદ્દેદારો સાથે હોસ્પિટલના સંચાલકોએ એમ.ઓ.યુ. કરેલ છે
રાજકોટ નાગરિક સહકારી બેંક લી સાથે થયેલી સમજૂતી મુજબ તેમના સભાસદોને તથા તમામ કર્મચારીશ્રીઓને થયેલ પરિક્ષણ ચાર્જના 50% અથવા તો નાણાકીય વર્ષ (એપ્રિલ થી માર્ચ) દરમ્યાન વધુમાં વધુ રૂ 1000/- (અંકે રૂપિયા એક હજાર)ની રાહત આપવામાં આવે છે.આ યોજનાનો છેલ્લા એક વર્ષ દરમ્યાન 3984 સભાસદો તથા તેમના કર્મચારીઓ લાભ મેળવી ચૂક્યા છે
તારીખ 21/01/2021 થી પર્યંત આજ સુધી કુલ 1390 દર્દીઓ દાખલ થયા હતા તેમાં કોવીડ 19ના 158 દર્દીઓનો સમાવેશ થયેલ છે આ દાખલ થયેલા દર્દીઓમાંથી કુલ 687 થી વધુ દર્દીઓના દર્દ મુજબ ઓપરેશન કરવામાં આવ્યા હતાં તેમાં આંખના મોતિયાના 354 જનરલ સર્જરી જેવી કે હરસ મસા ફીશર ભગંદર ગાંઠ પિત્તાશયની પથરી જેવા 171 ઓર્થોપેડીક વિભાગ દ્વારા હાડકાંની સર્જરી પ્લેટ નાખવી ગોઠણની ઢાંકણી બદલાવવી ગોળો નાખવા જેવા 78 કાન નાક ગળાને લગતા 12 સર્જરી 14 જેટલી ગાયનેક સર્જરીઓ તથા અન્ય 68 મળીને કુલ 687 સફળ સર્જરીઓ કરવામાં આવી હતી
આજ વર્ષમાં લોકોને રાહત દરે પેટ તથા આંતરડાના રોગના પરીક્ષણ માટે એન્ડોસકોપી વિભાગ શરુ કરવામાં આવ્યો, અત્યાર સુધીમાં કુલ 112 જેટલી એન્ડોસ્કોપી તથા કોલોનોસ્કોપી કરવામાં આવી, એન્ડોસકોપીનો રૂ.2400/- તથા કોલોનોસ્કોપી નો ચાર્જ રૂ.4500/- જેટલો સૌને પરવડે તેટલો રાખવામાં આવેલ છે. આજ અરસામાં વર્તમાન સમયનો અતિ અગત્યનો ફિઝિયોથેરાપી નો વિભાગ શરુ કરવામાં આવ્યો. તેમાં અત્યાર સુધીમાં 4120 લોકોએ તબીબી સલાહ મુજબ કસરત દ્વારા સારવાર મેળવેલ છે. હોસ્પિટલના પાંચમા માળે સર્જરી માટે 400 થી 450 વધારે સ્ક્વેર ફૂટ ધરાવતા 3 અત્યંત આધુનિક બેક્ટેરિયા રહીત ઓપરેશન થિયેટર આવેલ છે ત્રણેય ઓપરેશન થિયેટરમાં એ એચ યુ સુવિધા હોવાથી હેપા ફિલ્ટર દ્વારા ઓપરેશન થિયેટરોને વાઇરસ મુક્ત રાખી શકે છે ઓપરેશન થિયેટરોની દિવાલો સિલ્વર આઇ એન સી સી કોટેડ હોવાથી 25 વર્ષ સુધી કોઈપણ પ્રકારના વાઇરસ ઉત્પન્ન થતા નથી ઓપરેશન થિયેટરોમા રાખવામાં આવેલ તમામ ટેબલો તમામ પ્રકારની સર્જરીઓ કરી શકે છે તેમજ 340 કિલો સુધીના દર્દીઓનુ વજન ગહન કરી શકે છેતદુપરાંત બધાજ બેડમાં 24 કલાક ઓક્સિઝન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે . આ માટે અમેરિકાના બે એડવાન્સ ઓક્સિઝન પ્લાન્ટ નાખવામાં આવેલ છે, આંખ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં 9360 દર્દીઓને તપાસવામા આવ્યા હતા તેમાંથી 354થી વધુ દર્દીઓના સફળ પૂર્વક મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં વિદેશની વિખ્યાત કંપનીના સારામાં સારી ગુણવત્તા ધરાવતા ફોલ્ડેબલ લેન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ વિભાગમાં આંખના નંબર પ્રેસર પડદા જામર મોતિયા તથા વેલની તપાસ માત્ર રૂ 50/- મા અનુભવી અને નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવે છે દર્દીઓની પસંદગી અનુસાર મોતિયાના ઓપરેશનમાં 4100 અથવા 6000 રૂપિયામા ભારતીય અને 9500 અથવા 13000 રૂપીયામા વિદેશી કંપનીના ફોલ્ડેબલ લેન્સ લગાવી આપવામાં આવે છે સૌથી વધુ અગત્યની સેવાકીય પ્રવૃત્તિની વાત એ છે કે થોડાક સમય પહેલા ગરીબ અને જરૂરતમંદ લોકોને નિ:શુલ્ક મોતિયાના ઓપરેશન કરાવી આપવા માટે હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા અખબારી અપીલ કરેલ હતી જેનો સ્વીકાર કરીને ઘણા બધા દાતાશ્રીઓએ 2 કે તેથી વધુ સંખ્યામાં અનેક લોકોના નિ:શુલ્ક ઓપરેશન કરાવી આપેલ છે. સામાન્ય રીતે દાતાશ્રીઓ પોતાનો કે પોતાના પરિવારના સભ્યોના જન્મદિવસ લગ્નતિથિ કે પરિવારના સભ્યોની પૂણ્યતિથિ જેવા યાદગાર દિવસોમા ગરીબ અને જરૂરતમંદ લોકોને નિ:શુલ્ક આંખના ઓપરેશન કરાવી આપીને ગરીબ તથા જરૂરતમંદ લોકોના તથા દેવાધિદેવ મહાદેવના આશિર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે
સૌરાષ્ટ્ર અને કચ્છની ધર્મપ્રેમી જનતાને સેવાકાજે સુવિધા સભર ભવનમા અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી નવનિર્મિત હોસ્પિટલ અર્પણ કરનાર શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગ માંકડ, માનદમંત્રી મયૂરભાઇ શાહ, કોષાધ્યક્ષ ડી વી મહેતા, ટ્રસ્ટીઓ ડો રવીરાજ ગુજરાતી, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, અનિલભાઈ દેસાઈ, સંદિપભાઇ ડોડીયા, જૈમિનભાઇ જોશી, નીરજભાઈ પાઠક નારણભાઈ લાલકીયા મિતેષભાઇ વ્યાસ નિતિનભાઈ મણીયાર મનુભાઇ પટેલ જેવા સામાજીક આગેવાનો દ્વારા સમગ્ર જનતાને પ્રવર્તમાન કોરોનાની ત્રીજી લહેરમાં ઘરે રહો સલામત રહોની અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે પંકજ ચગ (મો નં 98795 70878) શ્રી રમીઝભાઈ જીવાણી (મો.નં. 90339 49483) અથવા તો ધૃતિબેન ધડૂકનો હોસ્પિટલ પરજ સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવેલ છે.
પ્રારંભિક વર્ષમાં જ લોકો તરફથી મળેલો પ્રચંડ પ્રતિસાદએ જ અમારી સેવાકીય સફળતા : દેવાગ માંકડ


