લગ્ન એ મંગલ પ્રસંગ છે, પવિત્ર બંધન છે, સમાજની આ સાંસ્કૃતિક પરંપરાની પણ એક મોટી ઈકોનોમી છે, ‘કેટ’એ કરેલા સર્વેમાં આગામી 5 મહિનામાં 42 લાખ જેટલા લગ્ન થવાના છે, બેન્ડ, બાજા, બારાતના આ પ્રસંગમાં 5.50 લાખ કરોડના બિઝનેસનું અનુમાન લગાવવામાં આવ્યું છે
ખાસ-ખબર સંવાદદાતા
આપણે ધામધૂમથી થતા લગ્ન પણ ઈકોનોમીનો એક ભાગ છે. જેનાથી લાખો-કરોડો લોકોને રોજગારી છે. લગ્ન સાથે અનેક લોકોની રોજગારી અને વેપાર સંકળાયેલા છે. લગ્નના મહિનાઓમાં સતત થનારા લગ્નો અને તેની સાથે જોડાયેલી ઈકોનોમી પણ ચર્ચાનું કેન્દ્ર બને છે.
સીએઆઈટી (કોન્ફેડટેશન ઓફ ઓલ ઈન્ડીયા ટ્રેડર્સ) કૈટે જણાવ્યું હતું કે આ સીઝનમાં 15 જુલાઈ સુધી લગભગ 42 લાખ લગ્નો થશે. આથી 5.50 લાખ કરોડ રૂપિયાનો કારોબાર થવાનું અનુમાન છે. દેશભરમાં મોજૂદ લગ્ન સીઝન દરમિયાન લગભગ 42 લાખ વિવાહ થશે, આથી લગભગ 5.50 લાખ કરોડ રૂપિયાનો કારોબાર થવાની આશા છે.
15 જાન્યુઆરીથી 15 જુલાઈ સુધી ચાલનાર લગ્નની સીઝનમાં માત્ર દિલ્હીમાં જ ચાર લાખ વિવાહ થશે, જેમાં લગભગ 1.50 કરોડ રૂપિયાનું ખરીદ-વેચાણ થવાનુ અનુમાન છે. ગત વર્ષે 14 ડિસેમ્બરે પુરી થયેલ સીઝનમાં લગભગ 35 લાખ લગ્નો થયા હતા. આથી દેશભરમાં 4.25 લાખ કરોડ રૂપિયાનો કારોબાર થયો હતો.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ની સંશોધન શાખા કેટ રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટી અનુસાર ગત સીઝનની તુલનામાં આ વખતે લગભગ 7 લાખ વધુ લગ્નો થશે. કારોબાર પણ લગભગ 1.25 લાખ કરોડ રૂપિયા વધુ થવાની આશા છે, આ આકલન દેશભરના વેપારીઓ અને સેવા આપનારાઓ સાથે વાતચીતના આધારે કરવામાં આવ્યું છે.
ગત વર્ષની તુલનામાં આ વર્ષે 1.25 લાખથી વધુનો કારોબાર થઈ શકે છે. માત્ર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થશે ચાર લાખ વિવાહ અને 1.50 લાખ કરોડનું ખરીદ વેચાણ થશે.
કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે દેશભરના વેપારીઓની પુરી તૈયારી છે. ગ્રાહકોની પસંદના હિસાબે માંગને પુરી કરવા માટે પર્યાપ્ત સ્ટોક (પુરવઠો) છે. આભૂષણ, સાડી, લહેંગો, ચુંદડી, ફર્નીચર, કપડા, જૂતા, સૂકો મેવો, મિઠાઈ, ફળ, પુજા, વસ્ત્ર, કરિયાણુ, ઈલેકટ્રીક સામાન, ઈલેકટ્રોનીકસ અને વિભિન્ન ભેટો વાળા ઉત્પાદનોની સૌથી વધુ માંગ છે.
લગ્નની સીઝનને લઈને બેન્કવેટ હોલ, હોટેલ, ઓપન લોન, સામુદાયિક કેન્દ્ર, જાહેર પાર્ક, ફાર્મ હાઉસ અને વિવાહ સ્થળોની પુરા દેશોમાં બુકીંગ થઈ ગઈ છે. ટેન્ટ સજાવટ, ક્રોકટી, કેટરીંગ સેવા, કેબ સેવા, ફોટોગ્રાફર-વિડીયો ગ્રાફર, બેન્ડ, ડીજે, બગ્ધી (વિકટોરિયા ગાડી), લાઈટ, ઢોલ સહિત અન્ય સુવિધાઓનું બુકીંગ પણ ઝડપથી થઈ રહ્યું છે.
આમ કોઈનો લગ્નપ્રસંગ અનેક લોકો માટે મોટુ રોજગારી-વ્યાપારનું સાધન બન્યો છે જે ઈકોનોમીનું મહત્વનું પરિબળ સાબીત થયું છે.