આર્ય સમાજમાં યોજાતા લગ્નોનાં પ્રમાણપત્ર કાયદેસરજ છે અને કાનુની રજીસ્ટ્રેશનમાં તે નકકર પુરાવો બની રહેશે. આ પ્રમાણપત્ર અમાન્ય નથી કે સર્વોચ્ચ અદાલતે તેને ગેરકાયદે જાહેર કર્યા નથી. આર્યસમાજ મંદિરમાં યોજાતા લગ્નોનાં પ્રમાણપત્ર લગ્નની કાયદેસર નોંધણી માટે સાબિતીરૂપ બને છે. વૈદિક વિધીથી લગ્ન યોજાયાનો તે પુરાવો છે.આ પ્રકારના લગ્ન પારિવારીક સમારોહ તરીકે યોજાયા હોય તો તેને રજીસ્ટર્ડ કરાવવા માટે પુરાવા આપવાના હોય છે.તે માટે લગ્નની કંકોત્રી અને દુલ્હા-દુલ્હનનો ફોટો પેસ્ટ કરવાનો હોય છે.આ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં દુલ્હા-દુલ્હનની ઉંમરનું પ્રુફ સરનામું તથા લગ્નના પુરાવા આપવાના હોય છે. આ પુરાવામાં દુલ્હા-દુલ્હનનો ફોટો, લગ્નની કંકોત્રી અથવા ધાર્મિક સંસ્થા દ્વારા અપાયેલુ પ્રમાણપત્ર જોડવાનું રહેશે.
આર્યસમાજમાં લગ્નનું સર્ટીફીકેટ વિવાહ રજીસ્ટ્રેશન માટે નક્કર પુરાવો

Follow US
Find US on Social Medias