સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની બહાર વિદ્યાર્થીઓની કતાર ભૂતકાળ બને તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો સહીતના મોટાભાગના સર્ટી ઓનલાઈન ભરી શકશે. સાથે જ વેબસાઈટમાં તમામ ફોર્મ ગુજરાતીની સાથે અંગ્રેજી ભાષામાં હશે જેથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટસને પણ પરેશાની ન થાય.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભિમાણીની બિનશૈક્ષણિક કર્મચારીઓની મળેલી બેઠકમાં યુનિવર્સિટીના તમામ વિભાગો ઓનલાઈન કાર્યરત કરવાની ઈ.આર.પી. (એન્ટરપ્રાઈઝ રિસોર્સ પ્લાનિંગ) સીસ્ટમ કાર્યરત થશે. કોલેજ જોડાણ માટેની કાર્યવાહી ઓનલાઈન, પીએચ. ડી.ના નોટીફીકેશનમાં વિદ્યાર્થીઓના લેટા અને બારકોડ આવશે. યુનિવર્સિટીના તમામ ફોર્મ ગુજરાતીની સાથે અંગ્રેજી ભાષામાં વેબસાઈટ પર મૂકાશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ડેટા અઈંજઇંઊ (ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજયુકેશન) પર ઓનલાઈન સબમીટ કરી
દેવાયો છે.
- Advertisement -
મોટા ભાગની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે માટે આગામી ટૂંક સમયમાં ઓનલાઇન તમામ મોટાભાગની સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવશે.