સંસ્કાર વિદ્યાલયના ડોક્યુમેન્ટ અપાયા પરંતુ તેવી કોઇ સ્કૂલ જ નથી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીમાં શિક્ષણ ક્ષેત્રનું ગંભીર શંકાસ્પદ બનાવ સામે આવ્યું છે જ્યાં મહેન્દ્રનગરની ક્રિષ્ના વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતો પરમાર ભરતકુમારના પરિવારે એડમિશન માટે માંગેલા સ્કૂલ લીવિંગ સર્ટીફિકેટ અને રીઝલ્ટના બદલે અન્ય શાળાના કાગળો આપાયા. ફરિયાદકર્તા અશ્વિનભાઈ મોટકાના જણાવ્યા પ્રમાણે બે મહિના સુધી બહાનાદોરી પછી તેમના સાળાને સંસ્કાર વિદ્યાલય સજનપરના નામનું લીવિંગ સર્ટીફિકેટ અને રીઝલ્ટ સોંપવામાં આવ્યું, જે શાળાનું સ્થાન અને અસ્તિત્વ જ શોધતા મળી રહ્યા નથી.
- Advertisement -
પરિવારે શિક્ષણાધિકારી કચેરીમાં રજૂઆત કર્યાપછી મામલો ઉઠ્યો અને જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોદાએ તપાસ માટે મદદનીશ કેળવણી નિરીક્ષકને સોંપી નોટીસ આપી હોવાનું જણાવ્યું.
તેમણે કહ્યું કે શાળાનો જવાબ મળ્યા બાદ જ નિર્ણય લેવાશે અને જો ખોટી પ્રેક્ટિસ સાબિત થાય તો કડક કાર્યવાહી થશે.
જાહેરમાં એ પ્રશ્ર્ન ઉઠ્યો છે કે સ્કૂલના કચેરીઓની નિયમિત તપાસ ન હોય તો બાળકોના ભવિષ્ય સાથે રમાતા ખુલાસા હજુ પણ ક્યારે રોકાશે.