શેરબજારમાં જોરદાર તેજી સાથે કારોબાર શરૂ થયો છે અને સેન્સેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો છે. તે જ સમયે બેંક નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી છે
આજે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી સાથે કારોબાર શરૂ થયો છે અને સેન્સેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો છે. તે જ સમયે બેંક નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી છે અને તે ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શી ગયો છે. આજે બેંક નિફ્ટીમાં કારોબાર 44276 ના સ્તર પર ખુલ્યો છે અને પ્રથમ વખત તે ઓપનિંગ ટ્રેડમાં જ 44300 ને પાર કરી ગયો છે. બેંક નિફ્ટી 14 ડિસેમ્બર 2022 પછી નવા રેકોર્ડ હાઈ પર આવી ગઈ છે.
- Advertisement -
Sensex jumps 507.22 points to 63,008.91 in early trade; Nifty climbs 141.85 points to 18,641.20
— Press Trust of India (@PTI_News) May 29, 2023
- Advertisement -
શેરબજાર કેવી રીતે ખુલ્યું
ભારતીય શેરબજારમાં આજે BSE સેન્સેક્સ 507.22 પોઈન્ટ એટલે કે 0.48 ટકાના વધારા સાથે 63,008.91 પર ખુલ્યો હતો અને તેમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સિવાય NSE નો નિફ્ટી 141.85 પોઈન્ટ એટલે કે 0.65 ટકાના વધારા સાથે 18,641.20 પર ખુલ્યો છે.