મોટી કેરીની આવક થતા ગૃહીણીઓએ અથાણાં બનાવવાના શરૂ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.03
- Advertisement -
જૂનાગઢ સોરઠ પંથક કેસર કેરી વિશ્ર્વ વિખ્યાત છે.અને દેશ વિદેશમાં તેની ખુબ માંગ જોવા મળે છે.ત્યારે ખાવા લાઈક કેસર કેરી હજુ બજારમાં આવી નથી એ પહેલા ખાખડી બજારમાં એક મહિનાથી જોવા મળી રહી છે.ભારે પવનના લીધે નાની નાની ખાખડી આંબા પરથી ખરી પાડવાના લીધે મોટા પ્રમાણમાં બજારમાં જોવા મળી રહી છે.ખાખડી વધુ પ્રમાણમાં આવતા તેના ભાવમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે એક મહીના પેહલા રૂ.300ની કિલો ખાખડી આજે 40 થી 50 રૂપિયામાં વેચાઈ રહી છે અને થોડું ફળ પણ મોટું થતા લોકો કાચી કેરીના અથાણાં પણ શરુ કરી દેવામાં આવ્યા છે.જયારે કેસર કેરીનું આગમન મેં મહિનાના પ્રથમ સપ્તાહમાં જોવા મળશે.