લુપ્ત થતી ચકલીઓને બચાવવા વિનામુલ્યે માળા લેવા પક્ષી પ્રેમીઓને અનુરોધ કરતા પદાધિકારીઓ
બાળકો અને મોટેરાઓને પણ પોતાના તરફ આકર્ષિત કરતા કુદરતના અતિ માસુમ, સુંદર અને રમતિયાળ એવા ટચુકડા પક્ષી ચકલીની પ્રજાતીના રક્ષણ માટે સૌએ શક્ય તમામ પ્રયત્ન કરવા જોઈએ. અગાઉના સમયમાં ઘરના આંગણામાં કુદા-કુદ ઉડા-ઉડ અને ચીં ચીં ચીં નો કલરવ કરીને ઘરના માહોલને મનભાવન બનાવી નાખતી ચકલીઓ અત્યારે ભાગ્યેજ જોવા મળે છે, ત્યારે ચકલીઓને ફરી એક વખત આપણા આંગણે રમતી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ 20-માર્ચ સ્પેરો-ડે અંતર્ગત તા.20/03/2022, રવિવારના રોજ સવારે 09:30 કલાકે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા નવ વર્ષથી વિનામુલ્યે ચકલીના માળા અને પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
- Advertisement -
મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ શહેરના પક્ષી પ્રેમીઓને તથા જીવદયા પ્રેમીઓને ચકલીના માળા અને કુંડા લેવા માટે નિર્ધારિત સમયે અને સ્થળે ઉપસ્થિત રહેવા તથા વિતરણ વ્યવસ્થામાં સ્ટાફને જરૂરી સહયોગ આપવા અપીલ કરી છે.