સી.એમ,પ્રદેશપ્રમુખ સહીત અનેક રાજકીય નેતાઓ હાજર રહેશે
જૂનાગઢ નજીક ગાંઠીલા ખાતે આવેલ લોકોના આસ્થા સમાન ઉમાધામ ખાતે આગામી તા.10 એપ્રિલના રોજ 14 માં મહા પાટોત્સવ ઉજવવામાં આવનાર હોય ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાને કારણે બે વર્ષ સાદાઈથી ઉજવાતા આ વખતે ધામધૂમ પૂર્વક યોજવામાં આવશે આ મહોત્સવમાં રાજ્યના સી.એમ ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલા, ખોડલધામના નરેશભાઈ પટેલ તેમજ અનેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહેશે.
આ પાટોત્સવમાં અનેક કાર્યકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામાજિક સંમેલન, યજ્ઞની હવન, દાતાઓનું સન્માન, મહાપ્રસાદ, મહાઆરતી તેમજ આરોગ્ય કેમ્પમાં બ્લડ ડોનેશન કેમ્પ, હિમોગ્લોબીન કેમ્પ તેમજ કેન્સર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે મહિલા સંમેલનમાં પ્રખ્યાત વક્તા કાજલબેન ઓઝા મહિલા સંમેલનને સંબોધશે તેમજ ભવ્ય લોકડાયરામાં માયાભાઈ આહીર તેમજ કિર્તીદાન ગઢવી પોતાની આગવી શૈલીમાં ભાવિકોને તરબોળ કરશે.
- Advertisement -
2008માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હાજર રહ્યા હતા ત્યારે 14 વર્ષ પછી આ પાટોત્સવમાં બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી હાજર રહેશે જૂનાગઢ જિલ્લામાં પાટીદાર સમાજ બહોળી સંખ્યામાં હોય અને આ પ્રસંગે સમાજના સંગઠનને શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે આ પાટોત્સવને સફળ બનાવવા મંદિરના પ્રમુખ વાલજીભાઇ ફડદુ, ટ્રસ્ટી નિલેશભાઈ ધૂલેશિયા, મહેન્દ્રભાઈ કાલરીયા, સી.બી. રાજપરા તેમજ ટિનુભાઈ ફડદુની યુવા ટીમ દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.


