શિયાળાની શરૂઆત સાથે રાજ્યમાં હાર્ટ એટેકના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં હાર્ટ એટેકથી છેલ્લા પાંચ વર્ષમાં 2.97 લાખ લોકોના મૃત્યુ થયા છે. હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં 9 ગણો વધારો થયો છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 205 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે.
ગુજરાતમાં હાર્ટ એટેકના વધી રહેલા કેસ અને તેનાથી થતાં મૃત્યુ ચિંતાનો વિષય બની રહ્યા છે. રાજ્યમાંથી દરરોજ સરેરાશ 205 વ્યક્તિ હાર્ટ એટેક કે હૃદયની બીમારીને કારણે જીવ ગુમાવે છે. ગુજરાતમાં જે કારણથી સૌથી વધુ મૃત્યુ થતાં હોય તેમાં હાર્ટ એટેક મોખરાના સ્થાને છે. અઘૂરામાં પૂરું હાર્ટ એટેકથી થતાં મૃત્યુમાં પાંચ વર્ષમાં નવ ગણો વધારો નોંધાયો છે.
- Advertisement -
ગુજરાતમાં કઇ બીમારીથી સૌથી વધુ મૃત્યુ થાય છે તે અંગેનો અહેવાલ સામે આવ્યો છે. જેમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2019 હાર્ટ એટેકથી થતાં મૃત્યુનો આંક 8689 હતો, જે 2023માં વધીને 74777 થયો છે. આમ, પાંચ વર્ષમાં હાર્ટ એટેકથી થતાં મૃત્યુમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. પાંચ વર્ષના આ સમયગાળામાં 2.97 લાખ વ્યક્તિના હાર્ટ એટેક-હૃદયની બીમારીથી મૃત્યુ થયા છે.
2021ની સરખામણીએ 2023માં હૃદયની બીમારીથી થતાં મૃત્યુના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં 93797 સાથે દરરોજ સરેરાશ 257 વ્યક્તિના હાર્ટ એટેકથી મૃત્યુ થયા હતા. ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આ આંકડા 2023 સુધીના જ છે. વર્ષ 2024 અને 2025માં આ આંક હજુ પણ ઊંચે જઇ શકે છે. એક વર્ષમાં શ્વાસ-અસ્થમાની સમસ્યાથી 24853, કેન્સરથી 18371 જ્યારે વાહન અકસ્માતમાં 7626 વ્યક્તિના મોત થયા છે.
આ સ્થિતિએ ગુજરાતમાં શ્વાસની સમસ્યાથી દરરોજ સરેરાશ 68, કેન્સરથી 50 વ્યક્તિ જીવ ગુમાવે છે. ગુજરાતમાંથી એક વર્ષમાં વિવિધ કારણથી કુલ 2.35 લાખ વ્યક્તિના મૃત્યુ થયા છે. કોવિડના વર્ષ 2020માં 5.23 લાખ અને 2021માં 7.25 લાખ વ્યક્તિના મોત થયા હતા. શુદ્ધ જળ પૂરું પાડવાના દાવા ભલે કરવામાં આવતા હોય પણ એક વર્ષમાં 96 વ્યક્તિએ કોલેરા જ્યારે 281ના ડાયેરિયાથી મોત થયાનું સામે આવ્યું છે.
- Advertisement -
હાર્ટ એટેક બાબતે આ બાબત જાણવી અગત્યની છે
સડન કાર્ડિયાક ડેથ એટલે ?
એવી પરિસ્થિતિ જેમાં હૃદયને લગતી બિમારીથી સડન ડેથ થયું હોય. જે યુવા દર્દીમાં આપણે સડન ડેથ જોઈએ છીએ એમાં પર% લોકોમાં સડન કાત્ત્ડયાક ડેથ હોય છે.
હાર્ટ એટેકના લક્ષણો શું હોય છે?
છાતી ભારે લાગવી,પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકારા સંભાળાવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા,અશકિત લાગવી તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠદર્દ થવું, જડબામાં દુઃખવું, હાથ ભારે લાગવા મુખ્ય લક્ષણો હોય છે.




